તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ડિજિટલ રૂપિયો ટૂંક સમયમાં બનશે સામાન્ય નાગરિકોનું મુખ્ય ચુકવણી માધ્યમ: ઓફલાઇન ટ્રાન્ઝેક્શન અને ઝીરો ફી પર વિશેષ ફોકસ (ન્યૂઝફર્સ્ટ)

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ) : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા હાલ ટ્રાયલ ફેઝ હેઠળ ચલાવવામાં આવી રહેલો 'ડિજિટલ રૂપિયો' (e₹) ટૂંક સમયમાં જ સામાન્ય નાગરિકો માટે વ્યાપકપણે રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવારોની આસપાસ આ સેવાના પ્રથમ તબક્કાના પ્રચાર અને વિસ્તરણની શક્યતા સેવાઈ રહી છે.
ઇન્ટરનેટ વગર પણ ચૂકવણી થઈ શકે તે માટે 'ઓફલાઇન e₹ પેમેન્ટ' સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેUPI કરતાં અલગ પડશે. UPI માં ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરનેટ જરૂરી હોય છે. આ ઉપરાંત, 'મોબાઇલ ટુ મોબાઇલ પેમેન્ટ' સીધા બે ડિજિટલ વોલેટ વચ્ચે કરવાની સુવિધા પણ મળશે. આ સેવાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકો પાસેથી કોઈ ટ્રાન્ઝેક્શન ફી લેવામાં આવશે નહીં. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
