તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
લોસ એન્જલસમાં આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ દિલજિત દોસાંઝ ડે ઊજવાશે

લોસ ઍન્જલસ,તા.૨૨: દિલજિત દોસાંઝ હાલમાં અમેરિકામાં પોતાની ‘ઑરા વર્લ્ડ ટૂર ૨૦૨૬'માં વ્યસ્ત છે. શુક્રવારે દિલજિતની ટીમે સોશ્યલ મીડિયા પર માહિતી આપી કે લોસ ઍન્જલસમાં આવતા વર્ષે ૬ જાન્યુઆરીએ ‘દિલજિત દોસાંઝ ડે' ઊજવવામાં આવશે અને આ દિવસે તેની ૪૩મી વર્ષગાંઠ પણ છે.
દિલજિતની ટીમે એક વિડિયો શેર કરીને લખ્યું, ‘અમેરિકાના લોસ ઍન્જલસમાં દિલજિત દોસાંઝ ડે. લોસ ઍન્જલસ સિટી કાઉન્સિલે સત્તાવાર રીતે એક નાગરિક ઠરાવ સ્વીકાર્યો છે જેમાં ૨૦૨૭ની ૬ જાન્યુઆરીને ‘દિલજિત દોસાંઝ ડે' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કાઉન્સિલવુમન મોનિકા રોડ્રિગ્ઝ દ્વારા રજૂ કરાયેલા આ ઠરાવમાં ભારતીય મૂળના ગાયક, અભિનેતા અને નિર્માતા દિલજિત દોસાંઝને પંજાબી સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડવા અને અમેરિકન સંસ્કૃતિમાં દક્ષિણ એશિયાઈ પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
