તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
રેસ્ટોરાંમાં જમવાનું ૧૫ ટકા સુધી મોંઘું થવાની શક્યતા...
દિવાળી પહેલા મોંઘવારીનો મોટો ઝટકો : દૂધ અને દહીંના ભાવમાં વધારો, કમર્શિયલ LPG મોંઘું થવું, ખાદ્ય મોંઘવારી અને કર્મચારીઓના વધતાં પગારને કારણે રેસ્ટોરાના સંચાલન ખર્ચમાં વધારો

નવી દિલ્હી,તા.૪: દિવાળી પહેલા બહાર જમવાનું કે ઘરે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે. બેંગલુરુ, મુંબઈ અને પૂણે જેવા મોટા શહેરોમાં રેસ્ટોરા અને સંચાલકો ખાણીપીણીના મેન્યૂમાં ૧૦થી ૧૫ ટકા સુધીનો વધારો કરવાની તૈયારી કરી રહ્યા છે. દૂધ અને દહીંના ભાવમાં વધારો, કમર્શિયલ LPG મોંઘું થવું, ખાદ્ય મોંઘવારી અને કર્મચારીઓના વધતાં પગારને કારણે રેસ્ટોરાના સંચાલન ખર્ચમાં વધારો થયો છે.
હોટેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર કર્ણાટકના રેસ્ટોરા પણ ખાણીપીણીની વસ્તુઓના ભાવ વધારવાનું વિચારી રહ્યા છે. જો આ વધારો લાગુ થશે તો ચાલુ વર્ષે બીજી વખત રેસ્ટોરાનું ભોજન મોંઘું થઈ શકે છે. તહેવારોની આ મોસમમાં લોકોના ખર્ચમાં પણ વધારો થઈ શકે છે.
તહેવારો દરમિયાન લોકો પરિવાર અને મિત્રો સાથે બહાર જમવાનું પસંદ કરે છે. આ ઉપરાંત ઘરમાં યોજાતી પાર્ટીઓ અને મહેમાનો માટે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ પણ વધે છે. આવી સ્થિતિમાં રેસ્ટોરન્ટના મેન્યૂમાં થનારા ભાવવધારાની સીધી અસર ગ્રહકોના ખિસ્સા પર પડશે.
રેસ્ટોરાં સંચાલકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયનો ખર્ચ સતત વધી રહ્યો છે. દૂધ અને દહીં જેવી જરૂરી વસ્તુઓ મોંઘી થવાથી અનેક વાનગીઓ બનાવવાનો ખર્ચ પણ વધ્યો છે. બીજી તરફ, કમર્શિયલ ન્ભ્ઞ્ના ભાવ વધતાં રસોડાનું બજેટ પણ વધી ગયું છે. કર્મચારીઓના પગાર અને અન્ય સંચાલકીય ખર્ચમાં પણ વધારો થયો છે.
આ સ્થિતિમાં વધેલા ખર્ચનો કેટલોક બોજ ગ્રાહકો પર નાખવા સિવાય રેસ્ટોરન્ટ ચાલકો પાસે અન્ય વિકલ્પ ઓછા રહ્યા છે. જો ભાવમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો થાય તો તેની સીધી અસર રેસ્ટોરન્ટમાં બેસીને જમતા ગ્રાહકોની સાથે ઓનલાઈન ફૂડ ડિલિવરી કરાવતા લોકો પર પણ પડશે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
