<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ભારત અને ચીન વચ્‍ચે સીધી ફ્‌લાઇટનો પ્રારંભ

ચાઇના સધર્ન એરલાઇન્‍સે ૨૧ સપ્‍ટેમ્‍બરથી ગુઆંગઝુ નવી દિલ્‍હી રૂટ પર ફ્‌લાઇટ્‍સ શરૂ કરવાની કરી જાહેરાત

 

 

નવી દિલ્‍હી, તા.૧૨: ભારત અને ચીન વચ્‍ચેના સંબંધોમાં સુધારાના સંકેતો વચ્‍ચે આશરે છ વર્ષના લાંબા અંતરાલ બાદ બંને દેશો વચ્‍ચે સીધી ફ્‌લાઇટ્‍સ ફરીથી શરૂ થઈ ચૂકી છે. ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગના દિલ્‍હી આગમન અને આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સાથે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પૂર્વે ચાઇના સધર્ન એરલાઇન્‍સે શનિવાર, ૧૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ જાહેરાત કરી છે કે તે આગામી ૨૧ સપ્‍ટેમ્‍બરથી ગુઆંગઝુ અને નવી દિલ્‍હી વચ્‍ચે નિયમિત પેસેન્‍જર ફ્‌લાઇટ્‍સ ફરી શરૂ કરશે. આ સેવા શરૂ થવાથી દક્ષિણ એશિયામાં આઠ રૂટ પર સાપ્તાહિક ૧૦૦થી વધુ ફ્‌લાઇટ્‍સનું સંચાલન થશે.

કોવિડપ્ર૧૯ મહામારી તેમજ ડોકલામ અને ગાલવાન સંઘર્ષને કારણે બંને દેશો વચ્‍ચે સીધી હવાઈ સેવાઓ લાંબા સમયથી સ્‍થગિત રહી હતી, જેનાથી કનેક્‍ટિવિટી પર માઠી અસર પડી હતી. હવે સંબંધો સામાન્‍ય બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે ત્‍યારે આ હવાઈ સેવાઓ ફરી શરૂ થવી એ લોકો વચ્‍ચેનો સંપર્ક અને આર્થિક પ્રવળત્તિઓને વેગ આપવા માટે મહત્‍વપૂર્ણ પગલું મનાય છે. અગાઉ એપ્રિલ મહિનામાં એર ચાઇનાએ બેઇજિંગપ્રદિલ્‍હી અને ચાઇના ઇસ્‍ટર્ન એરલાઇન્‍સે કુનમિંગપ્રકોલકાતા વચ્‍ચે ફ્‌લાઇટ્‍સ શરૂ કરી હતી.

આ ઉપરાંત ભારતીય એરલાઇન્‍સ કંપની ઇન્‍ડિગોએ પણ ગત ૩૦ માર્ચે કોલકાતા અને શાંઘાઈ વચ્‍ચે દૈનિક નોનપ્રસ્‍ટોપ ફ્‌લાઇટ્‍સ શરૂ કરી દીધી છે. બ્રિક્‍સ સમિટ ૨૦૨૬ના માહોલ વચ્‍ચે બંને દેશોના શીર્ષ નેતળત્‍વની મુલાકાત અગાઉ ઉડ્ડયન ક્ષેત્રે થયેલી આ પહેલથી વેપાર અને પર્યટનને વધુ બળ મળશે તેવી અપેક્ષા છે.

(10:56 AM IST)