તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 18th May 2026
યુવાનોમાં રહેલી ડિઝાઇન ક્ષેત્રની ક્ષમતાને શોધીને તેને કારકિર્દીલક્ષી બનાવવીએ આજના સમયની તાતી જરૂરીયાત : અમિતભાઈ
NIDએ માત્ર સંસ્થા નહીં પણ રચનાત્મકતા, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને જોડતી દેશની સર્વોચ્ચ સંસ્થા હોવાનું જણાવતા કેન્દ્રીય ગૃહમંત્રી

અમદાવાદ :.. ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (NID) ખાતે નવનિર્મિત ‘ઇન્કયુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર'નું કેન્દ્રીય ગળહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
નવનિર્મિત ઇન્કયુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યા બાદ શ્રી અમિતભાઈ શાહે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન (NID), ગાંધીનગર કેમ્પસની મુલાકાત પણ લીધી હતી. તેમણે NIDની સમગ્ર ટીમ, પ્રોફેસર્સ તથા દેશનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક-અનેક શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, NID એ રચનાત્મકતા, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને એક તાંતણે બાંધતી દેશની અગ્રણી સંસ્થા છે.
ક્રિકેટના ક્ષેત્રનું ઉદાહરણ આપતા શ્રી શાહે ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે, ‘ભૂતકાળમાં સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓને પણ ટેસ્ટ મેચ દીઠ ખૂબ ઓછું વળતર મળતું, જેના કારણે માતા-પિતા બાળકોને ક્રિકેટ રમતા રોકતા હતા. પરંતુ આઇપીએલ (IPL) આવ્યા પછી ક્રિકેટ એક શાનદાર કરિયર બની ગયું છે. ફત્ઝ અને ડિઝાઇન ક્ષેત્રે પણ આ જ પ્રકારના વ્યાવસાયિક ક્ષમતાને સંપૂર્ણ બહાર લાવવાની જરૂર છે.પ્ર દેશના પ્રતિભાવંત ડિઝાઇનર્સને યોગ્ય પ્લેટફોર્મ અને વળતર મળવું જ જોઈએ જેથી મધ્યમ વર્ગના યુવાનો પણ આ ક્ષેત્રને કરિયર તરીકે સ્વીકારવામાં ખચકાય નહીં.
સંસ્થામાં પ્રદર્શન દરમિયાન ભારતીય ડિઝાઇનર નિતિન બોસ દ્વારા ડિઝાઇન કરાયેલી ગાડીઓનો ઉલ્લેખ કરતા શ્રી શાહે જણાવ્યું કે, આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. જો આ જ ડિઝાઇન જાપાનના કોઈ ડિઝાઇનરે કરી હોત તો તેને મળનાર વૈશ્વિક એક્સપોઝર અલગ સ્તરનું હોત. આ ખાઈને પૂરવા માટે તેમણે NID મેનેજમેન્ટને સૂચન કર્યું કે, સંસ્થામાં ડિઝાઇનર્સની સાથે સાથે તેમના કામનું વ્યાવસાયિકીકરણ કરી શકે તેવા નિષ્ણાતોનું એક અલગ વિભાગ શરૂ કરવો જોઈએ, જેને લીધે વિદ્યાર્થીઓને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે. (તસ્વીર : નિમિષે ગણાત્રા, ગાંધીનગર)
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
