તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
આ ભાઈનું KYC કરવા હાથેથી આંખો પહોળી કરીને કીકી સ્કેન કરવી પડી

નાગાલેન્ડ તા.૧૭: KYC એટલે કે નો યોર કસ્ટમર માટેની પ્રક્રિયા દરમ્યાન દરેક વ્યક્તિની આંખોની કીકીનું સ્કેનિગ કરવું પડે છે. જોકે નાગાલેન્ડમાં એક ભાઈની આંખો કેમેય સ્કેન જ નહોતી થઈ રહી. ખૂબ મહેનત કર્યા પછી પણ ઓળખ માટે આંખોનું સ્કેનિગ ન થઈ શક્યું એટલે આસપાસના લોકોએ હાથેથી આ ભાઈની પાંપણો ખેંચીને આંખો પહોળી કરી હતી.
નોર્થઈસ્ટના લોકોની આંખો ઝીણી હોય છે, પરંતુ આ ભાઈની આંખો તો એટલી ઝીણી હતી કે કેમેરા સામે આંખો પૂરી ખોલવા માટે પણ બે માણસોએ ભ્રમર અને ગાલને ખેંચીને તંગ કરવા પડ્યા હતા. એ પછી પણ ન થતાં કેમેરામાં સ્કેનિગ કરી રહેલા વ્યક્તિએ પણ આંખોને પહોળી કરવામાં મદદ કરી. ખાસ્સી મથામણ પછી સ્કેનિંગ શક્ય બન્યું હતું. નાગાલેન્ડના એક પ્રધાને આ વિડિયો સોશ્યલ મીડિયામાં શેર કરીને લખ્યું હતું, ખરેખર આ મુશ્કેલી બહુ મોટી છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
