News of Monday, 29th June 2026
શું તમારે પણ જર્મનીના નાગરિક બનવું છે?: જાણી લો નવો નિયમ, બધી રેસિડન્સ પરમિટ તમને નાગરિકત્વ અપાવી શકશે નહીં; ચેક કરો તમારી પાત્રતા
નેચરલાઈઝેશન દ્વારા પાસપોર્ટ મેળવવા માટે ૫ વર્ષનો વસવાટ જરૂરી: સ્ટુડન્ટ કે ટુરિસ્ટ વિઝા પર રહેતા લોકો માટે મોટો ઝટકો, કુશળ કામદારો અને બ્લુ કાર્ડ ધારકો માટે લોટરી

બર્લિન : જો તમે પણ યુરોપના સૌથી શક્તિશાળી દેશ જર્મનીમાં સ્થાયી થવા અને ત્યાંની સિટિઝનશિપ (નાગરિકતા) મેળવવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ અગત્યના સમાચાર તમારા માટે છે. નેચરલાઈઝેશન (Naturalization) પ્રક્રિયા દ્વારા જર્મન નાગરિક બનવા ઈચ્છતા વિદેશીઓ માટે બે મુખ્ય શરતો રાખવામાં આવી છે. પ્રથમ એ કે તેમની પાસે કાયદેસર રહેઠાણ પરમિટ હોવી જોઈએ અને બીજી એ કે તેમણે ઓછામાં ઓછા ૫ વર્ષ જર્મનીમાં વિતાવ્યા હોવા જોઈએ. જો કે, ઇમિગ્રેશન વિભાગના નવા અપડેટ મુજબ, જર્મનીમાં વિતાવેલો દરેક સમય તમારી નાગરિકતા માટે ગણવામાં આવશે નહીં, કારણ કે બધી જ રેસિડન્સ પરમિટ આ ૫ વર્ષની સમયમર્યાદામાં ક્વોલિફાય થતી નથી.
આ પરમિટ ધરાવતા લોકોને જ મળશે નાગરિકતાનો સીધો લાભ
જર્મન કાયદા અનુસાર, ફક્ત ચોક્કસ અને હાઈ-વેલ્યુ ધરાવતી રહેઠાણ પરમિટ (Residence Permit) હેઠળ જર્મનીમાં વિતાવેલા સમયને જ નાગરિકત્વ માટે ગણતરીમાં લેવામાં આવશે. જેમાં નીચે મુજબની કેટેગરીનો સમાવેશ થાય છે:
· કુશળ કામદારો (Skilled Workers): જર્મનીમાં જોબ કરતા ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સ.
· EU બ્લુ કાર્ડ (EU Blue Card) ધારકો: ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને મોટું પેકેજ ધરાવતા વિદેશી નાગરિકો.
· ફેમિલી રિયુનિફિકેશન વિઝા: કૌટુંબિક પુનઃમિલન પરમિટ હેઠળ પરિવાર સાથે રહેતા લોકો.
· બિઝનેસ અને ઇન્વેસ્ટર્સ: જર્મનીમાં મોટું રોકાણ કરનારા, ફ્રીલાન્સર્સ અથવા વ્યવસાયના માલિકો.
આ પરમિટ હેઠળ કાયદેસર રીતે રહેતા લોકો પોતાના ૫ વર્ષનો ગાળો પૂરો કરીને જર્મન પાસપોર્ટ માટે હકદાર બને છે.
વિદ્યાર્થીઓ અને નોકરી શોધનારાઓને લાગ્યો મોટો ઝટકો
નવા નિયમોએ એવા લાખો લોકોને ચિંતામાં મૂકી દીધા છે જેઓ અભ્યાસ કે અન્ય કામચલાઉ વિઝા પર જર્મનીમાં વર્ષો વિતાવે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નીચે મુજબની પરમિટ પર વિતાવેલો સમય નાગરિકત્વ માટે ગણવામાં નહીં આવે:
· આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (International Students)
· જોબ સીકર્સ (નોકરીની શોધમાં આવેલા લોકો)
· ઓ-પેર (Au Pairs - હોસ્ટ ફેમિલી સાથે રહેતા મદદગારો)
· ટુરિસ્ટ કે પ્રવાસીઓ
આનો અર્થ એ થયો કે ભલે કોઈ વિદ્યાર્થી જર્મનીની યુનિવર્સિટીમાં ૩ થી ૪ વર્ષ વિતાવે, પણ તે વર્ષો તેને નાગરિકતાની નજીક લઈ જશે નહીં. જો તેમણે સિટિઝનશિપ મેળવવી હશે, તો અભ્યાસ પૂરો કર્યા પછી ફરજિયાતપણે પોતાની સ્ટેટસ પરમિટ બદલીને 'વર્ક પરમિટ' અથવા 'EU બ્લુ કાર્ડ' માં શિફ્ટ થવું પડશે, ત્યાર બાદ જ તેમનો સમયગાળો ગણાશે.
અરજી કરતા પહેલા સ્ટેટસ તપાસવું અનિવાર્ય
જર્મનીમાં પોતાના ઉજ્જવળ ભવિષ્યનું આયોજન કરી રહેલા ભારતીયો સહિતના તમામ વિદેશીઓ માટે આ તફાવત સમજવો અત્યંત જરૂરી છે. કોઈપણ વ્યક્તિ જ્યારે જર્મન નાગરિકત્વ માટે ફોર્મ ભરવાનું વિચારે, ત્યારે તેણે સૌથી પહેલા પોતાની વર્તમાન રહેઠાણ સ્થિતિ (Residence Status) ચેક કરવી પડશે. જો તમે પાત્રતા ધરાવતી પરમિટ હેઠળ નક્કી કરેલો સમયગાળો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હશે, તો જ તમારી ફાઇલ આગળ વધશે. મજબૂત અર્થતંત્ર ધરાવતું જર્મની હવે માત્ર કુશળ અને લાંબાગાળાના રોકાણકારોને જ પોતાના નાગરિક બનાવવાની નીતિ પર મક્કમતાથી આગળ વધી રહ્યું છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
