<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

ખાંસીની દવા લેવા પહોંચેલા દરદીને ડોક્‍ટરે હડકવાની દવા લખી આપી

બિહારના છપરા જિલ્‍લામાં સરકારી હોસ્‍પિટલમાં ડોક્‍ટરોની લાપરવાહીનો અચંબિત કરનારો કિસ્‍સો બહાર આવ્‍યો

છપરાઃ તા.૨૮: બિહારના છપરા જિલ્‍લામાં સરકારી હોસ્‍પિટલમાં ડોક્‍ટરોની લાપરવાહીનો અચંબિત કરનારો કિસ્‍સો બહાર આવ્‍યો છે. અહીં ખાંસીની સારવાર માટે પહોંચેલા એક દરદીને ડોક્‍ટરે કૂતરું કરડ્‍યા પછી લગાવવામાં આવી હડકવાની રસી લખી આપી હતી. રાજેશ ચૌધરી નામના દરદીએ આ વિશે ફરિયાદ કરી હતી. તે સરકારી હોસ્‍પિટલની ક્‍લિનિકમાં સારવાર માટે ગયેલો. સામાન્‍ય રીતે સરકારી દવાખાનાઓમાં દવા પણ આપવામાં આવે છે, પણ રાજેશને ડોક્‍ટરોએ દવા આપવાને બદલે પ્રિસ્‍ક્‍પ્‍શિન લખી આપ્‍યું હતું કેમ કે તેમની પાસે એ દવા નહોતી. ખાંસી માટેની દવા જો હોસ્‍પિટલમાં ન હોય એવું કઈ રીતે બને? દવાની દુકાને જઈને આ દવાની ખાતરી કરાવતાં દરદીને ખબર પડી હતી કે આ તો હડકવા માટેનું ઍન્‍ટિ-રેબીઝ ઇન્‍જેક્‍શન છે. જિલ્‍લા હોસ્‍પિટલમાં ફિઝિશ્‍યનની અછત હોવાથી આવું થયું હોવાનું મનાય છે. જોકે હોસ્‍પિટલના સંચાલકનું કહેવું છે કે અમને આવી કોઈ ફરિયાદ મળી નથી.

(10:28 AM IST)