<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ડોક્‍ટર્સને નવા ફોર્મમાં પ્રેક્‍ટિશનો રોજનો હિસાબ આપવાની ફરજ પાડશે

આવકવેરા ખાતું ડોક્‍ટર, ડેન્‍ટિસ્‍ટ ને મેડિકલ પ્રોફેશનલ્‍સ પર ત્રાટકશે : આવકવેરાના ૨૦૨૬ની સાલના નિયમ હેઠળ નવું ફોર્મ ૨૫ બહાર પાડી ડોક્‍ટર અને ડેન્‍ટિસ્‍ટની પ્રેક્‍ટિશનો હિસાબ માગ્‍યો

નવી દિલ્‍હી,તા.૧૨: આવકવેરા કચેરીએ આવકવેરા એક્‍ટ ૨૦૨૫ હેટળ તૈયાર કરેલા આવકવેરાના ૨૦૨૬ની સાલના નવા  નિયમો હેઠળ નવું ફોર્મ ૨૫ દાખલ કરીને ડોક્‍ટર્સ અને ડેન્‍ટિસ્‍ટ ઉપરાંત મેડિકલ પ્રોફેશનલ્‍સને તેમની રોજ રોજની પ્રેક્‍ટિશનો હિસાબ આપવાની ફરજ પાડવામાં આવી છે. ડોક્‍ટર્સ, ડેન્‍ટિસ્‍ટ અને મેડિકલ પ્રેક્‍ટિશનર્સ આવકવેરાના કાયદા હેઠળ જાહેર કરવા પાત્ર આવક વ્‍યવસ્‍થિત જાહેર ન કરતાં હોવાની માન્‍યતાને આધારે નવું ફોર્મ દાખલ કરવામાં આવ્‍યું છે.

પ્રેક્‍ટિશના માધ્‍યમથી થતી હશે તો તેમણે તેના રોજરોજની આવકને લગતા હિસાબો ફોર્મમાં ભરીને આવકવેરા કચેરીમાં ફરજિયાત રજૂ કરવા પડશે. કરદાતાને આવક મેડિકલ આવકવેરાના નિષ્‍ણાતોનું કહેવું છે કે આ એક ફોર્મ નથી, પરંતુ ડોક્‍ટર્સ, ડેન્‍ટિસ્‍ટ અને મેડિકલ પ્રેક્‍ટિશનર્સની રોજની આવકનો હિસાબ મેળવીને તેમને પાસે યોગ્‍ય આવકવેરો વસૂલ કરવા માટે આ સમગ્ર કવાયત ચાલુ કરી દેવામાં આવી છે.

ફોર્મ નંબર ૨૫માં રોજની રોકડની આવકનું રજિસ્‍ટર બની જશે. તેનો અર્થ એ થયો કે ડોક્‍ટર્સ, ડેન્‍ટિસ્‍ટ અને મેડિકલ પ્રોફેશનલની ક્‍લિનિકમાં રોજ રોજ જે પ્રોફેશનલ કામગીરી થાય છે તેનો હિસાબ હવે આપવો પડશે. તેમની વાર્ષિક આવક રૂા. ૧૫૦ લાખથી વધારે થતી હોય તો તેમણે આ ફોર્મમાં તેમની તમામ વિગતો આપવી પડશે. તેમાં તારીખ, કેસ નંબર, પેશન્‍ટનું નામ, પેશન્‍ટે કેટલી ફી ચૂકવી હોય તો તેની વિગતો ફોર્મ નંબર ૨૫માં આપવી પડશે. તમ જ દરદીને કેવા પ્રકારની સર્વિસ આપી છે અનિ તેને માટે કેટલી ફી લીધી છે અનિ કેટલી ફી વાસ્‍તવમાં મળી છે તેની વિગતો આપવી પડશે. આવક કઈ તારીખે થઈ તેની વિગતો આપવામાં આવશે. પેશન્‍ટ પાસે કેટલી ફી માગી હતી અને પેશન્‍ટે કેટલી ફી આપી તેની વિગતો પણ આપવી પડશે. છેલ્‍લા ત્રણ વર્ષની વિગતો

વાર્ષિક રુ. ૧.૫ લાખની આવકની મર્યાદા ધરાવનારાઓની આવક તેનાથી વધુ થાય તો તેમણે તેની વિગતો તેમના ટેક્‍સના રિટર્નમાં જણાવવી પડશે. તેને માટે પેસન્‍ટનું નામ, સરનામું, કેસની તારીખ, કેસનો સિરિયલ નંબર, દર્દીનું નામ અને દરદર્દીને પાક્કી ઓળખ મળે તેવો પુરાવો તથા જે તે વર્ષમાં આવક કઈ સપાટીએ પહોંચી જશે તેની અગાઉથી આપવી પડશે. પેશન્‍ટનું નામ, સરનામું, બીમારી, સારવાર તેના થકી તયેલી આવકની માગણી કરવમાં આવી છે. સાત વર્ષ સુધી રેકોર્ડ જાળવી રાખવો પડશે ડોક્‍ટર્સ, ડેન્‍ટિસ્‍ટ અને મેડિકલ પ્રેક્‍ટિશનર્સે તેમના રોજિદા પેશન્‍ટ્‍સ અને તેમને આપેલી સારવારને લગતો રેકોર્ડ સાત વર્ષ સુધી સાચવી રાખવો પડશે. માગણી કરવમાં આવી છે. સાત વર્ષ સુધી રેકોર્ડ જાળવી રાખવો પડશે ડોક્‍ટર્સ, ડેન્‍ટિસ્‍ટ અને મેડિકલ ડોક્‍ટર્સ તેમની વાસ્‍તવિક આવક કરતાં બહુ જ ઓછી આવક ધરાવે છે. તેમ જ દરેક દરદીને ટ્રેક કરી શકાય તે રીતે તેની વિગતો આપવાની રહેશે. તેમના રેકોર્ડને રોજ રોજ અપડોટ કરવો પણ ફરજિયાત કરવામાં આવ્‍યો છે.

(10:18 AM IST)