<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

નિકાસમાં ઇલેક્‍ટ્રોનિક્‍સ ગુડ્‍સનો દબદબોઃ દેશની ત્રીજી સૌથી મોટી નિકાસ-કેટેગરી બની

વૈશ્વિક સપ્‍લાય-ચેઇનમાં ભારતની મજબૂત પકડ, મોબાઇલ અને કમ્‍પોનન્‍ટ્‍સની વૈશ્વિક બજારમાં છે ભારે ડિમાન્‍ડ

મુંબઇ તા.૧૯: ભારતમાં હાઈ-વેલ્‍યુ મેન્‍યુફેક્‍ચરિંગ અને વૈશ્વિક સપ્‍લાય-ચેઇન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. કેન્‍દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્‍ણવના જણાવ્‍યા અનુસાર દેશમાંથી બહાર મોકલવામાં આવતી કુલ ચીજવસ્‍તુઓની યાદીમાં હવે ઇલેક્‍ટ્રોનિક્‍સ મેન્‍યુફેક્‍ચરિગ ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી નિકાસ-કેટેગરી બની ગઈ છે. આ સેક્‍ટરમાં થયેલો અભૂતપૂર્વ અને ઝડપી વિકાસ વૈશ્વિક સ્‍તરે ભારતની વધતી આર્થિક તાકાત અને ઉત્‍પાદનક્ષમતાને દર્શાવે છે.

સરકાર દ્વારા આપવામાં આવતાં આર્થિક પ્રોત્‍સાહનો, માળખાકીય સુવિધાઓમાં થયેલો મોટો સુધારો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય પ્રોડક્‍ટ્‍સની સતત વધતી ડિમાન્‍ડને કારણે તાજેતરનાં વર્ષોમાં નિકાસના આંકડામાં આ ઐતિહાસિક ઉછાળો જોવા મળ્‍યો છે. અશ્વિની વૈષ્‍ણવે આ વિશે ખુશી વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે આ સેક્‍ટરની પ્રગતિ ભારતને ગ્‍લોબલ ઇલેક્‍ટ્રોનિક્‍સ હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે. ખાસ કરીને સ્‍માર્ટફોન, વિવિધ ઇલેક્‍ટ્રોનિક કમ્‍પોનન્‍ટ્‍સ અને અન્‍ય હાઈ-ટેક ડિવાઇસિસની નિકાસે આ રેકોર્ડબ્રેક સફળતામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી છે

(10:25 AM IST)