તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ડોનાલ્ડ ટ્રમ્પે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI)નું નામ બદલીને ‘સુપર ઈન્ટેલિજન્સ’ કર્યું : કહ્યું, "આર્ટિફિશિયલ શબ્દ બનાવટી અથવા નકલી જેવો લાગે છે!"
યુએન સામાન્ય સભામાં ટ્રમ્પનો દાવો : AI અંગેની ચેતવણીઓને વૈશ્વિકવાદીઓનું કાવતરું ગણાવ્યું : અમેરિકામાં AI ઉદ્યોગના નિયમન માટે ‘AI ફોર્સ’ રચવા અને ઝારની નિમણૂક કરવાની જાહેરાત

વોશિંગ્ટન :અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હવેથી અમેરિકન સરકારી દસ્તાવેજોમાં ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI) ને બદલે સત્તાવાર રીતે ‘સુપર ઈન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. ટ્રમ્પે તર્ક આપ્યો હતો કે ‘આર્ટિફિશિયલ’ શબ્દ ઈન્ટેલિજન્સને બનાવટી કે નકલી દર્શાવે છે, જ્યારે વાસ્તવમાં આ ટેકનોલોજી અદ્ભુત અને વાસ્તવિક છે. તેમણે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ ની જગ્યાએ ‘સુપિરિયર ઈન્ટેલિજન્સ’, ‘એક્સ્ટ્રીમ ઈન્ટેલિજન્સ’ અથવા ‘સુપર ઈન્ટેલિજન્સ’ જેવા શબ્દો વાપરવાનું સૂચન કર્યું હતું.
યુએન સભામાં ક્લાયમેટ ચેન્જ અને AI ના ભયની સરખામણી:
સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સામાન્ય સભાને સંબોધતા ૮૦ વર્ષીય પ્રમુખ ટ્રમ્પે AI અંગે આપવામાં આવતી ભયજનક ચેતવણીઓને ‘ગ્લોબલઝિસ્ટ સ્કીમ’ (વૈશ્વિકવાદી કાવતરું) ગણાવ્યું હતું. તેમણે આ ચેતવણીઓની સરખામણી ગ્લોબલ વોર્મિંગના અહેવાલો સાથે કરતા જણાવ્યું હતું કે, જે લોકો ૧૨ વર્ષમાં ગ્લોબલ વોર્મિંગથી માનવજાત નષ્ટ થઈ જવાની વાતો કરતા હતા, તે જ લોકો હવે રોબોટિક હુમલા અને AI દ્વારા વિનાશ થવાની અફવાઓ ફેલાવી રહ્યા છે. ટ્રમ્પે AI ના વિનાશની વાતોને ડેમોક્રેટ્સ દ્વારા ચલાવવામાં આવતો નવો ભ્રમ ગણાવ્યો હતો.
‘AI ફોર્સ’ ની રચના અને સઘન નિયમન:
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ AI અને ડેટા સેન્ટરોના નિયમન માટે એક વિશેષ ‘AI ફોર્સ’ની રચના કરશે અને ટૂંક સમયમાં જ AI ‘ઝાર’ (સર્વોચ્ચ વડા)ની નિમણૂક કરશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઉદારવાદીઓ (લિબરલ્સ) ઈચ્છે છે તેમ તેઓ આ ઉદ્યોગનો વિનાશ થવા દેશે નહીં, પરંતુ અમેરિકા આ ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહન આપશે અને તેની દેખરેખ રાખશે.
વૈશ્વિક ચિંતા વચ્ચે ચીન-અમેરિકા વાટાઘાટો:
ન્યૂયોર્કમાં યોજાયેલી બેઠકો દરમિયાન ૨૦ થી વધુ દેશોના નેતાઓએ અદ્યતન AI ના જોખમોને નિયંત્રિત કરવા માટે કાનૂની સુરક્ષાત્મક નિયમો બનાવવાની માંગ કરી હતી. બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે યોજાનારી શિખર પરિષદ અગાઉ, બંને દેશો AI સંબંધિત ચિંતાઓ અને સુરક્ષા બાબતે દ્વિપક્ષીય સંવાદ સ્થાપિત કરવા વિચારણા કરી રહ્યા છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
