હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચૂંટણી લડ્યા વિના જ કરોડોનું દાન!: ડિલિસ્ટેડ રાજકીય પક્ષોના ફંડિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી : કેન્દ્ર અને રિટર્નિંગ ઓથોરિટીને નોટિસ
૮૦૮થી વધુ ડીલિસ્ટેડ પક્ષો દ્વારા ટેક્સ છૂટછાટ અને કરોડો રૂપિયાના બોગસ દાન મેળવ્યાના આરોપ સાથે જવાબ માગવામાં આવ્યો

નવી દિલ્હી : દેશમાં ચૂંટણી લડ્યા વિના કે સક્રિય કાર્યાલય ધરાવ્યા વિના કરોડો રૂપિયાનું દાન મેળવનારા અને ટેક્સ મુક્તિનો લાભ લેનારા ડિલિસ્ટેડ રાજકીય પક્ષોનો ગંભીર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ન્યાયાધીશ વિક્રમ નાથની આગેવાની હેઠળની બેન્ચે અરજદાર ખેમ સિંહ ભાટીની અરજી પર સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને આવકવેરા વિભાગને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.
અરજીમાં જણાવાયું છે કે દેશમાં માન્યતા પ્રાપ્ત ૬ રાષ્ટ્રીય અને ૬૭ પ્રાંતિય પક્ષો ઉપરાંત ૨,૮૫૪ બિન-માન્યતા પ્રાપ્ત નોંધાયેલા પક્ષો છે. ચૂંટણી પંચે સતત છ વર્ષ સુધી કોઈ ચૂંટણી ન લડી હોય કે રજિસ્ટર્ડ સરનામે ઓફિસ ન હોય તેવા ૩૩૪ પક્ષોને યાદીમાંથી દૂર (De-list) કર્યા હતા. આમ છતાં, ૮૦૮થી વધુ આવા પક્ષો કાયદાકીય રીતે આવકવેરા કાયદાની કલમ ૧૩A હેઠળ કર મુક્તિ માટે પાત્ર ન હોવા છતાં ગેરકાયદેસર રીતે બોગસ દાન મેળવીને ટેક્સ મુક્તિનો લાભ મેળવી રહ્યા છે.
કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ 'સત્યવાદી રક્ષક પાર્ટી'ને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ₹૩૩૦ કરોડનું ભંડોળ મળ્યું હતું. આ પક્ષે સામાન્ય ચૂંટણીમાં માત્ર એક જ ઉમેદવાર ઊભો રાખ્યો હતો અને તે ઉમેદવાર પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યો નહોતો! આ સિવાય ગરીબ કલ્યાણ પાર્ટી, આમ જનમત પાર્ટી અને સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી જેવા પક્ષો સામે પણ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો માટે તપાસની માંગ કરવામાં આવી છે.
અરજદારે માંગ કરી છે કે આ તમામ પક્ષો દ્વારા છેલ્લા ૫ વર્ષમાં દાખલ કરાયેલા આવકવેરા રિટર્ન અને દાનના યોગદાન અહેવાલો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. સાથે જ, કાયદાનો ભંગ કરનારા પક્ષો પાસેથી વ્યાજ અને દંડ સાથે ટેક્સ વસૂલવામાં આવે તેમજ તેમને કરોડોનું દાન આપનારાં દાતાઓના નામ, પાન નંબર અને સરનામાં જાહેર કરી તેમની પાસેથી પણ વસૂલાત કરવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
