<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રામમંદિરમાં નિયમોનો ખુલ્‍લેઆમ ભંગ કરી કરોડોના દાનની ચોરી

SOPનું સંપૂર્ણ ઉલ્‍લંઘન કરાયું હોવાનો SITનો ચોંકાવનારો ખુલાસો

લખનૌ,તા.૨૯: અયોધ્‍યામાં શ્રી રામજન્‍મભૂમિ મંદિરમાં ભક્‍તોના દાનની કથિત ચોરીનો મામલો વધુ ગંભીર બન્‍યો છે. સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટિગેશન ટીમ (SIT)ની પ્રાથમિક તપાસમાં દાનના મેનેજમેન્‍ટમાં અનેક ગંભીર બેદરકારીઓ બહાર આવી છે. વધુમાં સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર (SOP)નું પણ ખુલ્‍લેઆમ ઉલ્‍લંઘન કરાયું હતું. દાનની ઉચાપત કેવી રીતે થઈ અને કેટલી રકમની ગેરરીતિ થઈ તે અંગે તપાસ હજુ ચાલુ છે, પરંતુ SITના પ્રાથમિક અહેવાલમાં અનેક ગંભીર ખામીઓનો ઉલ્‍લેખ કરાયો છે.

 અહેવાલના તારણોને ટાંકીને સૂત્રોએ જણાવ્‍યું હતું કે દાનની ગણતરી દરમિયાન સુરક્ષા ગાર્ડની ફરજિયાત હાજરી, કર્મચારીઓની રૂમમાં પ્રવેશતા અને બહાર નીકળતા સમયે તપાસ કરવી તેમજ દાનની ગણતરીના CCTV ફૂટેજ ૧૮૦ દિવસ સુધી સાચવી રાખવા જેવા SOPના નિયમોનું પાલન કરાયું ન હતું. નિયમોનો ભંગ કરીને શ્રી રામજન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટના વડા ચંપત રાયના પૂર્વ ડ્રાઇવર રામાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ પાસે અનેક ‘હુંડી' (દાનપેટી)ની ચાવીઓ આપવામાં આવી હતી. ટિન્નુ યાદવ પાસે ચાવીઓ હતી તેવી અનેક દાનપેટીથી રકમની ઉચાપત થઈ હતી. જોકે આ ઉચાપત કેવી રીતે થઈ તેની મોડસ ઓપરેન્‍ડી હજુ જાણી શકાઈ નથી. 

દાનની ગણતરી પ્રક્રિયામાં ગડબડ હોવાની શંકા ઊભી થયા પછી ૨૦૨૫માં ટ્રસ્‍ટના અધિકારીઓ અને સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા (એસબીઆઇ)ના પ્રતિનિધિઓની બેઠકમાં એસઓપી નક્કી કરાઈ હતી. ટ્રસ્‍ટના સભ્‍ય અનિલ મિશ્રા અને SBIના ગોવિદ મિશ્રાએ આ લ્‍બ્‍ભ્‍ને સત્તાવાર મંજૂરી આપી હતી. લ્‍બ્‍ભ્‍ મુજબ દાનની ગણતરી કરતાં કર્મચારીઓએ ખિસ્‍સા વગરના કપડાં પહેરવા, સૈનિક સિક્‍યોરિટી સર્વિસિસ (SIS) દ્વારા સુરક્ષા ગાર્ડ તૈનાત કરવા, રૂમમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ કર્મચારીઓની નિયમિત તપાસ કરવા અને અચાનક ચકાસણી કરવાની જોગવાઈ હતી. પરંતુ આમાંથી કોઈપણ નિયમનું પાલન કરાયું હતું.  SITએ વધુ એક ગંભીર ગેરરીતિ પણ શોધી કાઢી  છે. નિયમ મુજબ ઘ્‍ઘ્‍વ્‍સ્‍ ફૂટેજ ૧૮૦ દિવસ સુધી સાચવવા જરૂરી હતાં, પરંતુ તે માત્ર ૪૫ દિવસ સુધી જ રાખવામાં આવ્‍યા હતાં.

 

(10:33 AM IST)