તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
ટ્રેન્ડ ફોલોવર નહીં, ટ્રેન્ડસેટર બનોઃ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.
‘ફ્રેન્ડશીપ અનપ્લગ્ડ'માં ગુરુભક્તિ સાથે ‘પ્લગ ઇન' થયા યંગસ્ટર્સ

રાજકોટઃ ફ્રેન્ડશીપ ડે નિમિત્તે ઘાટકોપર સ્થિત આરાધ્યા ભક્તિ પાર્કમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં ‘ફ્રેન્ડશીપ અનપ્લગ્ડ' પ્રોગ્રામ યોજાયો હતો. જેન ઝી સહિત મુંબઈના હજારો યુવાનોને આ પ્રોગ્રામમાં ફ્રેન્ડશીપની નવી પરિભાષા સાથે જીવનને સાચી દિશા આપનારી ‘કલ્યાણ મિત્રતા'નો અનુભવ કરાવવામાં આવ્યો હતો. યુવાનોને પ્રેરણા આપતાં પરમ ગુરુદેવે કહ્યું હતું, ‘‘જેના ચહેરાની પ્રસન્નતાની રેખા, ભાગ્યની રેખા પર ડિપેન્ડન્ટ નથી તેની લાઈફ સક્સેસ. સાથે જ ‘‘ટ્રેન્ડ ફોલોવર નહીં, ટ્રેન્ડસેટર બની જાઓ'', ‘‘દરેક નિષ્ફળતા, સફળતા સુધી પહોંચવાનું પગથિયું હોય છે'' અને બહારની દુનિયામાં ખોવાઈ ન જાઓ, સ્વયંને ખોજી લો, બધું જ મળી જશે જેવા જીવનમંત્રો આપ્યા હતા. તેમણે સમજાવ્યું હતું કે જીવનને સાચી દિશા આપનારા કલ્યાણ મિત્ર ગુરુની મિત્રતા કરતાં શ્રેષ્ઠ બીજી કોઈ મિત્રતા નથી
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
