તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
"માત્ર વાતો નહીં, જમીન પર નક્કર કદમ બતાવો": આતંકવાદના મુદ્દે ભારતે પાકિસ્તાનનો દંભ ઉઘાડો પાડ્યો
મુનીરના આતંકવાદ વિરોધી દાવાઓ પર વિદેશ મંત્રાલયનો સણસણતો જવાબ : અફઘાનિસ્તાન પર પાકિસ્તાની એરસ્ટ્રાઇકની આકરા શબ્દોમાં નિંદા કરી પ્રાદેશિક શાંતિ સામે મોટો ખતરો ગણાવ્યો

નવી દિલ્હી: પાકિસ્તાનની રગેરગમાં વણાયેલી દોગલી નીતિ અને ભારતની પીઠમાં છરો ભોંકવાની જૂની આદતથી સમગ્ર વિશ્વ વાકેફ છે. તાજેતરમાં પાકિસ્તાની આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે દાવો કર્યો હતો કે તેમની સેના આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે. આ દાવાઓ પર આકરા પ્રહાર કરતા ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું છે કે, "જ્યારે જમીન પર નક્કર કાર્યવાહી દેખાશે, ત્યારે જ દુનિયા પાકિસ્તાનની વાતો પર વિશ્વાસ કરશે." પાકિસ્તાને માત્ર પોલા નિવેદનો આપવાને બદલે સરહદ પારથી ચાલતા આતંકવાદી નેટવર્ક સામે સત્યાપિત અને વિશ્વસનીય પગલાં ભરીને પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરવી પડશે.
આ ઉપરાંત, ભારતે અફઘાનિસ્તાનના કુનાર અને પક્તિકા પ્રાંતો પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓ (એરસ્ટ્રાઇક) સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે આ આક્રમણને અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સીધું ઉલ્લંઘન ગણાવીને સખત શબ્દોમાં નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મિશનના અહેવાલ મુજબ આ હુમલાઓમાં નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જેના પર ભારતે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. ભારતે પુનરોચ્ચાર કર્યો હતો કે સાર્વભૌમ પાડોશી દેશ પર આ પ્રકારનું સૈન્ય સાહસ દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષાના માહોલને ડહોળવાનું કામ કરે છે.
બીજી તરફ, વૈશ્વિક કક્ષાએ ભારતની સક્રિય રાજદ્વારી ભૂમિકાનો ઉલ્લેખ કરતા વિદેશ મંત્રાલયે રશિયા-યુક્રેન સંઘર્ષ અને જાપાન સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ભારતે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું કે કોઈ પણ વિવાદનો અંત શાંતિપૂર્ણ વાટાઘાટો અને ડિપ્લોમસીથી જ શક્ય છે, અને ભારત બંને દેશોના સંપર્કમાં રહીને શાંતિ સ્થાપના માટે સંભવ તમામ યોગદાન આપવા તૈયાર છે. આ સાથે જ જાપાનની શાસક પાર્ટી એલડીપીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે થયેલી બેઠકમાં ભારત-જાપાન આર્થિક સુરક્ષા ભાગીદારી અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવા પર ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
