News of Saturday, 8th August 2026
છૂટાછેડા નથી જોઈતાઃ તમિલનાડૂના CM વિજયની પત્ની સંગીતાએ ડાયવોર્સ અરજી પાછી લીધી
સુનાવણી દરમ્યાન સંગીતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં જોડાઈ હતી

ચેન્નાઇ તા.૮: તમિલનાડૂના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની પર્સનલ લાઇફ સાથે જોડાયેલા કેસમાં અચાનક વળાંક આવ્યો છે. તેમની પત્ની સંગીતાએ ચેંગલપટ્ટુ નજીક ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી ડાયવોર્સ અરજી પાછી ખેંચી લીધી છે. શુક્રવારે થયેલી સુનાવણીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા તેઓ જોડાયા. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હવે તેઓ આ કેસને આગળ વધારવા નથી માગતી. ત્યાર બાદ કોર્ટે અરજી રદ કરી દીધી.
મીડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર, તમિલનાડૂના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની પત્ની સંગીતાએ પોતાના છૂટાછેડાની અરજી પાછી લેવાનો નિર્ણય લીધો છે. આ અરજી ચેંગલપટ્ટુ નજીકની એક ફેમિલી કોર્ટમાં દાખલ કરી હતી. શુક્રવારે આ મામલાની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમ્યાન સંગીતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં જોડાઈ હતી. તેમણે કોર્ટને જણાવ્યું કે, હવે તેઓ પોતાની અરજીને આગળ વધારવા નથી માગતા. ત્યાર બાદ કોર્ટે આ અરજીનું નિવારણ લાવી દીધું.
સુનાવણી દરમ્યાન સંગીતા વ્યક્તિગત રીતે કોર્ટમાં નહોતી આવી. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કોર્ટને સ્પષ્ટ કહ્યું કે, તે છૂટાછેડાની અરજી ચાલું રાખવા નથી માગતી. કોર્ટે તેમની ઈચ્છાને રેકોર્ડમાં લીધી અને અરજી પાછી ખેંચી લીધી. તેની સાથે જ આ મામલો હવે સમાપ્ત થઈ ગયો.
કોર્ટના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગીતા તરફથી અરજી પાછી ખેંચવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ કોર્ટે આ મામલામાં આગળની સુનાવણી ન કરી. કોર્ટે અરજીનું નિવારણ લાવી દીધું. એટલે કે હવે આ મામલા પર કોઈ કાનૂની પ્રક્રિયા આગળ નહીં ચાલે. કોર્ટે સંગીતાના નિવેદન પર આગળનો ચુકાદો સંભળાવ્યો.
છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી સી. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતાના સંબંધોને લઈ કેટલાય પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી. છૂટાછેડા અરજી દાખલ થયા બાદ આ મામલામાં પર લોકોની નજર હતી. હવે અરજી પાછા લેવાના નિર્ણય બાદ આ ચર્ચામાં નવો વળાંક આવ્યો છે. જો કે આ નિર્ણય પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
