<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ પછી હવે રસોડાનું બજેટ પણ ખોરવાશે સામાન્ય માણસની ચિંતામાં તોતિંગ વધારો : અહેવાલે લોકોની ચિંતા વધારી

WPI ફુગાવો ૮.૩%ની સપાટીએ પહોંચતા ૪૨ મહિનાનો રેકોર્ડ તૂટ્યો: ક્રૂડ ઓઇલ અને ધાતુઓના વધતા ભાવે ઉત્પાદન ક્ષેત્રની કમર તોડી : નબળા રૂપિયા અને પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે હવે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ભડકો થવાની ભીતિ

ભારતીય અર્થતંત્ર અત્યારે મોંઘવારીના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં જથ્થાબંધ ફુગાવો (WPI) એપ્રિલ ૨૦૨૬માં ૮.૩%ના સ્તરે પહોંચી જતાં સામાન્ય જનતામાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા સાડા ત્રણ વર્ષનો આ સૌથી ઉચ્ચ આંકડો છે, જે દર્શાવે છે કે બજારમાં વસ્તુઓના ભાવ પરનો અંકુશ છૂટી રહ્યો છે. ખાસ કરીને ઇંધણ અને વીજળીના ક્ષેત્રમાં ૨૪.૭ ટકાનો જે તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે, તેણે પરિવહનથી લઈને ઉત્પાદન સુધીના તમામ ખર્ચાઓમાં વધારો કર્યો છે. એવિએશન ફ્યુઅલના ભાવમાં થયેલો ૧૦૦ ટકાનો વધારો અને વૈશ્વિક ક્રૂડના ભાવમાં ૫૪ ટકાની તેજીએ મોંઘવારીના આ પ્રકોપમાં ઘી હોમવાનું કામ કર્યું છે.

માત્ર પેટ્રોલ કે ડીઝલ જ નહીં, પરંતુ એલ્યુમિનિયમ અને તાંબા જેવી ધાતુઓના આસમાને પહોંચેલા ભાવે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ ભીંસમાં લીધું છે. મશીનરી, રસાયણો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં કાચા માલનો ખર્ચ વધવાને કારણે હવે દવાઓથી લઈને રોજીંદી વપરાશની મશીનરીઓ વધુ મોંઘી થવાના સંકેતો મળી રહ્યા છે. બીજી તરફ, ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ થવાથી આયાત કરવામાં આવતી દરેક વસ્તુ મોંઘી બની રહી છે. બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ, જો પશ્ચિમ એશિયાનો તણાવ જલ્દી શાંત નહીં થાય, તો મોંઘવારીનું આ વિષચક્ર લાંબા સમય સુધી ભારતીય ગ્રાહકોને પીડવાનું ચાલુ રાખશે.

સૌથી વધુ ચિંતાજનક બાબત ખાદ્ય ફુગાવો છે, જે અત્યાર સુધી ભલે નિયંત્રણમાં લાગતો હોય, પરંતુ તે વધુ સમય ટકી શકે તેમ નથી. શાકભાજી, દૂધ અને ઈંડાના ભાવમાં ધીમો પણ મક્કમ વધારો શરૂ થઈ ગયો છે. જો આગામી ચોમાસું નબળું રહેશે, તો અનાજ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ આગ લાગી શકે છે. નિષ્ણાતોના મતે, ઉત્પાદન ખર્ચમાં થતો આ વધારો આખરે ગ્રાહકોના માથે જ ઝીંકવામાં આવશે,

(7:32 PM IST)