તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ડવ સોફટનો આઇપીઓ ખુલ્યોઃ પ્રાઈઝ બેન્ડ પ્રતિશેર રૂ.૧૦૪થી ૧૧૧ની

રાજકોટ, તા.૩૦: ડવ સોફ્ટ લિમિટેડ તેના ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે તૈયાર છે, જેના દ્વારા તેઓ રૂ.૭૩.૨૬ કરોડ ઉભા કરશે, જેમાં ૫૩.૨૮લાખ શેર દ્વારા તેઓ રૂ.૫૯.૧૪ કરોડ ઉભા કરશે અને ૧૨.૭૨ લાખ શેરના ઓફર ફોર સેલ દ્વારા રૂ.૧૪.૧૨ કરોડ ઉભા કરશે. તેના એસએમઇ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે ડવ સોફ્ટ લિમિટેડ એ શેર દિઠ રૂ. ૧૦૪થી રૂ.૧૧૧નો પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યો છે.
કંપનીનો આઇપીઓ સબસ્ક્રિપ્શન માટે ૩૦મી સપ્ટેમ્બરે ખૂલી ગયો છે. ૫મી ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બંધ થશે. આનું લિસ્ટિંગ બીએસઇ એસએમઇ પર કરવાનો પ્રસ્તાવ છે અને લિસ્ટિંગ ૮મી ઓક્ટોબર, ૨૦૨૬ના થશે.
સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ લિ. એ બૂક-રનિંગ લીડ મેનેજર છે અને પુર્વા શેરજીસ્ટ્રી (ઇન્ડિયા) પ્રા. લિ. એ ઇશ્યુની રજીસ્ટ્રાર છે. કંપનીની માર્કેટ મેકર સ્વસ્તિકા ઇન્વેસ્માર્ટ લિ. છે. ઇશ્યૂમાંથી ઉભી થયેલી રકમનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
મંગળવાર, ૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ડવ સોફ્ટ લિમિટેડઆઇપીઓના શેરનું અલોટમેન્ટ થવાની સંભાવના છેઅને બુધવાર, ૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શેર ફાળવણી મેળવનારાઓના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવશે. ડવ સોફ્ટ આઇપીઓનું કુલ ઇશ્યૂ કદ ૬૬,૦૦,૦૦૦ શેરનું છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
