<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

DRDO ને સ્વદેશી ગ્લાઈડ વેપન સિસ્ટમ ક્ષેત્રે મોટી સફળતા: 'TARA' નું સફળ પરીક્ષણ કર્યું

સિસ્ટમ 150-180 કિમીની રેન્જ ધરાવે છે અને ટાર્ગેટના 3 મીટરના સર્કલમાં સચોટ પ્રહાર કરવાની ક્ષમતા રાખે છે

નવી દિલ્હી :DRDO ને સ્વદેશી ગ્લાઈડ વેપન સિસ્ટમ પ્રાપ્ત કરવામાં મોટી સફળતા મળી છે. ભારતીય વાયુસેના અને DRDO એ 7મી મેના રાજ ઓડિશાના સમુદ્રી તટ પર Tactical Advanced Range Augmentation (TARA) નો સફળ ટેસ્ટ કર્યો હતો.

 

TARA, એક મોડ્યુલર રેન્જ એક્સટેન્શન કિટ છે. જે આપણા દેશની પહેલી સ્વદેશી ગ્લાઈડ વેપન સિસ્ટમ છે. તે અનિર્દેશિત વૉરહેડને સટીક નિર્દેશિત શસ્ત્રમાં બદલે છે. TARA, DRDO તરફથી વિકસિત એક સ્વદેશી ગ્લાઈડ વેપન સિસ્ટમ છે, જેને અનિર્દેશિત બોમ્બની સટીક નિર્દેશિત વિસ્ફોટકમાં બદલવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ TARA વિંગનો ઉપયોગ કરીને મારક ક્ષમતાને 150થી 180 કિલોમીટર સુધી લંબાવી શકાય છે.

 

TARA માં EO/IR ગાઈડન્સની સુવિધા છે, તેનો ઉદેશ્ય જમીની ટાર્ગેટ્સની વિરુદ્ધ મારક ક્ષમતામાં વધારો કરવાનો છે. આનાથી દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમથી પાયલટને થનારા ખતરાને ઓછો કરી શકાય છે. TARA ની ખાસ વાત એ છે કે તે જે ટાર્ગેટ પર છોડવામાં આવે છે, તે તે લક્ષ્યને ભેદવા માટે ત્યાં ટાર્ગેટના 3 મીટરના સર્કલમાં પડે છે અને ઉચ્ચ સટીકતા સુનિશ્ચિત કરે છે.

(11:52 AM IST)