તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
કામના ભારણ અને તણાવને લીધે DRDOના વિજ્ઞાનીએ જીવન ટૂંકાવ્યું

બેંગાલુરૂ,તા.૨૯: ગત ૨૧ ઓક્ટોબરના રોજ કથિત રીતે આત્મહત્યા કરનારા ડીઆરડીઓના વિજ્ઞાનીના મૃત્યુ માટે તેના પરિવારે કામના વધુ પડતા ભારણ અને માનસિક તણાવને જવાબદાર ગણાવ્યાં છે. ૪૭ વર્ષના શરદ કટિયાર નામના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)ના વિજ્ઞાની ડીઆરડીઓના એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીમાં કામ કરતાં હતાં અને લાઈટ કોમ્બેટ એરક્રાફટ એમકે૨ પ્રોગ્રામ સાથે સંકળાયેલાં હતાં. શરદ પરિવાર સાથે સીગેહલ્લી વિસ્તારની એક બિલ્ડિંગમાં ચોથા માળે રહેતાં હતાં. પોલીસના જણાવ્યાં અનુસાર, કટિયાર મનોવૈજ્ઞાનિક અને વર્તણૂકને લગતી સમસ્યા માટે સારવાર પણ કરાવતાં હતાં. ગત ૨૧ ઓક્ટોબરના રોજ તેમણે બેંગાલુરૂની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સિસની પણ મુલાકાત લીધી હતી. હોસ્પિટલથી પરત ઘરે ફર્યાના બીજા દિવસે વહેલી સવારે તેમણે આત્મહત્યા કરી હતી.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
