<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

કંડલા-મુન્‍દ્રા સહિત ૨૫ સ્‍થળોએ DRIના દરોડાઃ ૨૦૦૦ કરોડના બોગસ એક્‍સપોર્ટ કૌભાંડની તપાસ

પાકિસ્‍તાનથી આયાતી મીઠાના નામે કરોડોની કસ્‍ટમ ડ્‍યૂટી ચોરી પ્રકરણની તપાસનો ધમધમાટ

નવી દિલ્‍હી તા.૮: કંડલા, મુન્‍દ્રા, ગાંધીધામ અને વેરાવળ સહિતના વિસ્‍તારોમાં પાકિસ્‍તાનથી મીઠાની આયાત અને તમાકુની નિકાસના નામે મોટા પાયે કસ્‍ટમ ડ્‍યૂટીની ચોરી તથા બોગસ એક્‍સપોર્ટનું કૌભાંડ બહાર આવતા ડિરેક્‍ટોરેટ ઓફ રેવન્‍યૂ ઈન્‍ટેલિજન્‍સ (DRI) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે. DRI અધિકારીઓએ કંડલા, મુન્‍દ્રા, વેરાવળ અને ગાંધીધામમાં આશરે ૨૫ સ્‍થળોએ દરોડા પાડીને છેલ્‍લા છ મહિનાના સમયગાળામાં  ૨,૦૦૦ કરોડથી વધુના શંકાસ્‍પદ અને ખોટા એક્‍સપોર્ટના વ્‍યવહારો સામે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં આયાતી મીઠું ખોટી વિગતો સાથે દેશમાં લાવી તેને સ્‍થાનિક બજારમાં ડાયવર્ટ કરી પોતાની બ્રાન્‍ડ અને લેબલ સાથે વેચાણ કરવામાં આવતું હોવાની પણ આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે.

DRI નીપ્રાથમિક તપાસમાં અગાઉ સેન્‍ટેગ તમાકુની ખોટી રીતે નિકાસ કરવાના મામલાની તપાસ દરમિયાન કંડલા સ્‍પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી શંકાસ્‍પદ રીતે માલ એક્‍સપોર્ટ થતો હોવાની વિગતો સામે આવી હતી. ત્‍યારબાદ તપાસનો દોર પાકિસ્‍તાનથી થતી મીઠાની આયાત સુધી પહોંચ્‍યો હતો. આયાતી મીઠામાં મિસ-ડિકલેરેશન કરાતું હોવાની માહિતીના આધારે DRIએ કાર્યવાહી હાથ ધરી હતી. કંડલા પોર્ટ પર પાંચ કન્‍ટેનરો રોકવામાં આવ્‍યા છે, જ્‍યારે અગાઉ પોર્ટમાંથી નીકળી ગયેલા આશરે ૪૦૦ કન્‍ટેનરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસનો વ્‍યાપ ગાંધીધામ, કંડલા, વેરાવળ, ભાવનગર સહિત ગુજરાતના અન્‍ય વિસ્‍તારો સુધી લંબાવાયો હોવાનું જાણવા મળે છે.

DRI ના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પાકિસ્‍તાનથી મોટા જથ્‍થામાં કન્‍ટેનરો મારફતે મીઠું શ્રીલંકા મોકલવામાં આવતું હોવાનું દર્શાવવામાં આવતું હતું. ત્‍યારબાદ શ્રીલંકાથી દુબઈ પોર્ટ પર કન્‍ટેનર પહોંચ્‍યું હોવાનું દર્શાવી ખોટા દસ્‍તાવેજો અને ઇન્‍વોઇસ તૈયાર કરવામાં આવતા હોવાની શંકા છે. આ પછી કંડલા પોર્ટ પર આ જ કન્‍ટેનરો દુબઈથી આયાત કરવામાં આવ્‍યા હોવાનું દર્શાવવામાં આવતું હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. આ કેસમાં ઝય્‍ત્‍એ ગાંધીધામના આયાતકારોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝય્‍ત્‍ની કાર્યવાહીમાં ૧૫ કરોડનો આયાતી માલ સ્‍થાનિક બજારમાં ડાયવર્ટ થાય તે પહેલાં જ અટકાવી દેવામાં આવ્‍યો હોવાનું જાણવા મળે છે.

(10:29 AM IST)