તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો બદલાશેઃ ભારતીય અને વિદેશીઓ માટે હવે અલગ-અલગ રંગના લાઇસન્સ
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નવો ડ્રાફટ જાહેરઃ ઓનલાઈન ટેસ્ટમાં ૭૫% ગુણ લાવવા ફરજિયાત બનશે સોગંદનામા પ્રથા નાબૂદ કરી આધાર-પાસપોર્ટ જેવા આધારભૂત પુરાવાઓ માન્ય રખાશેઃ ટેસ્ટમાં હવે ૭૫ ટકા માર્ક્સ ફરજિયાત

નવી દિલ્હી, તા.૨૩: કેન્દ્ર સરકાર ભારતમાં રોડ સેફ્ટી વધારવા અને ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઐતિહાસિક ફેરફાર કરવા જઈ રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક વિશેષ ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, હવે ભારતીય નાગરિકો અને વિદેશીઓ માટે અલગ-અલગ રંગના ડ્રાઇવિંગ લાઇસન્સ જારી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ ક્રાંતિકારી ફેરફારથી કોઈ પણ વાહનચાલકનું લાઇસન્સ જોતાં જ તેની રાષ્ટ્રીયતા તુરંત ઓળખી શકાશે. એટલું જ નહીં, હવે ડ્રાઇવિંગ કૌશલ્ય અને માર્ગ સુરક્ષાના નિયમોનું જ્ઞાન ચકાસવા માટે લેવાતી ઓનલાઈન સેફ-ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવા માટેની લઘુત્તમ મર્યાદા ૬૦% થી વધારીને ૭૫% ગુણ કરવાનો આકરો નિર્ણય લેવાઈ રહ્યો છે.
નવા નિયમો હેઠળ હવે લાઇસન્સ મેળવવા માટે ખોટા સોગંદનામા રજૂ કરવાની પ્રથા પર પણ પૂર્ણવિરામ મુકાઈ જશે. સરનામા, ઉંમર અને ઓળખના પુરાવા તરીકે હવે માત્ર આધાર કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી, બર્થ સર્ટિફિકેટ કે છેલ્લા ૩ મહિનાના લાઈટ/ગેસ બિલ જેવા અધિકળત દસ્તાવેજો જ સ્વીકારવામાં આવશે. આ સિવાય, ઈમરજન્સી પરિસ્થિતિઓમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય તે માટે અરજદારનું બ્લડ ગ્રૂપ, મોબાઈલ નંબર અને ઈમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ આપવી ફરજિયાત બનાવવામાં આવી રહી છે. ફેસલેસ અને આધાર-વેરિફાઈડ સેવાઓ દ્વારા નામ, સરનામું કે મોબાઈલ નંબર બદલવા જેવી કામગીરી માટે સુધારા ફી માફ કરવાનો પણ -જાલક્ષી નિર્ણય આ ડ્રાફ્ટમાં સામેલ છે.
અરજદારોને આરટીઓ ઓફિસોના ધક્કામાંથી મુક્તિ આપવા માટે મંત્રાલયે એક જ ઓલ-ઈન-વન એપ્લિકેશન ફોર્મનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ડુપ્લિકેટ લાઇસન્સ, રિન્યુઅલ કે કેટેગરી ઉમેરવા જેવા તમામ કામો આ એક જ ફોર્મથી થઈ શકશે અને અધિકારીઓએ ૧૫ દિવસની અંદર આ અરજીઓનો નિકાલ કરવો પડશે. જો સરનામું બદલવાની અરજી ૩૦ દિવસ સુધી પેન્ડિંગ રહેશે તો તેને ઓટો-એ-ૂવ ગણવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જોકે, આ તમામ સુધારા હાલ માત્ર ડ્રાફ્ટ પ્રસ્તાવ સ્વરૂપે છે અને આખરી નોટિફિકેશન જાહેર થયા બાદ જ તેનો દેશભરમાં અમલ કરવામાં આવશે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
