હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એક ડ્રોન હુમલો અને આખા બજારમાં આગઃ સુદાનમાં મોતનો આંકડો ૧૫૩ પર પહોંચ્યો
આફ્રિકન દેશ સુદાનમાં ચાલી રહેલું ગૃહયુદ્ધ હવે સામાન્ય નાગરિકો માટે વધુ જોખમી બની રહ્યું છે

જુવા તા.૨૧: આફ્રિકન દેશ સુદાનમાં ચાલી રહેલું ગૃહયુદ્ધ હવે સામાન્ય નાગરિકો માટે વધુ જોખમી બની રહ્યું છે. સુદાન અને દક્ષિણ સુદાન વચ્ચેના વિવાદિત સરહદી વિસ્તાર અબેઈ (Abyei)ના એક બજારમાં ભયાનક ડ્રોન હુમલો થયો હોવાના અહેવાલ છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૫૩ લોકોનાં મોત થયાં હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ બજારમાં આગ ફેલાઈ ગઈ હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબેઈના એમિએટ બજારમાં પેટ્રોલ પંપ નજીક ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે બજારના વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ અને ઊંચી જ્વાળાઓ જોવા મળી હતી. અચાનક થયેલા હુમલાને કારણે વેપારીઓ અને ખરીદી કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ હુમલામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હુમલામાં થયેલા નુકસાન અને મૃતકોની સંખ્યા અંગેની અંતિમ વિગતો સત્તાવાર પુષ્ટિ બાદ જ સ્પષ્ટ થશે.
અબેઈના સ્થાનિક વહીવટીતંત્રે આ હુમલા માટે સુદાનની સેના ને જવાબદાર ઠેરવી હોવાનો અહેવાલ છે. અબેઈમાં માહિતી બાબતોના કાર્યકારી મંત્રી યોહાના અકોલ નગોરે મંગળવારે આ આરોપ લગાવ્યો હતો. જોકે, અહેવાલમાં આ દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.
સાઉદી અરેબિયાના બે એરપોર્ટ અને અરામકો રિફાઇનરી પર હૂથી વિદ્રોહીઓનો મિસાઈલ-ડ્રોન હુમલોઃ ૩ નાગરિકોના મોત, ૩૬ ઘાયલ
દક્ષિણ સુદાનના વિદેશ મંત્રાલયે પણ હુમલા માટે સુદાનની સેનાને જવાબદાર ગણાવી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, બજારના અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં, જેના કારણે નાગરિકોના જીવ ગયા અને મિલકતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું.
સુદાનમાં એપ્રિલ ૨૦૨૩થી દેશની સેના અને અર્ધલશ્કરી સંગઠન રેપિડ સપોર્ટ ફોર્સિસ (Rapid Support Forces - RSF) વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. સમય જતાં આ સંઘર્ષે ગૃહયુદ્ધનું સ્વરૂપ ધારણ કર્યું છે. બંને પક્ષો વચ્ચેની લડાઈને કારણે નાગરિકોની સુરક્ષા, આરોગ્યસેવાઓ અને જીવનજરૂરી સુવિધાઓ પર ગંભીર અસર પડી છે.
અગાઉ પણ સુદાનમાં ડ્રોન હુમલાઓને કારણે જાનહાનિ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ગયા વર્ષે અલ-ફાશેરમાં મસ્જિદ પર થયેલા ડ્રોન હુમલામાં ૪૩ લોકોનાં મોત થયાં હોવાનો અહેવાલ હતો. તાજેતરના મહિનાઓમાં ડ્રોન હુમલાઓ વધતાં સામાન્ય લોકો માટે જોખમ વધુ ગંભીર બન્યું છે.
આફ્રિકાના બીજા દેશ માલી (Mali)માં પણ હિસાની ગંભીર ઘટના સામે આવી છે. પૂર્વી માલીના મેનેકા વિસ્તારમાં સપ્તાહના અંતે ઇસ્લામિક સ્ટેટ (Islamic State - IS) સાથે જોડાયેલા જૂથના હુમલામાં ૪૮ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. એસોસિએટેડ પ્રેસ (AP)ના અહેવાલ મુજબ, મૃતકોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.
સુદાન અને માલીમાં થયેલી આ ઘટનાઓ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં વધતી હિસા અને નાગરિકોની સુરક્ષાને લઈને ગંભીર ચિતા ઊભી કરે છે. ખાસ કરીને બજારો અને રહેણાક વિસ્તારોમાં થતા હુમલાઓને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
