<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

દુદાની રિટેલનો આઈપીઓ કાલે ૨૫ સપ્‍ટેમ્‍બરે ખુલશેઃ રૂ.૧૦.૫૪ કરોડના ઇશ્‍યૂ

રાજકોટ, તા.૨૪: દુદાની રિટેલ લિમિટેડનો આઈપીઓ ૨૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના સબ્‍સ્‍ક્રીપ્‍શન માટે ખુલશે. આ ફિક્‍સ્‍ડ-પ્રાઇઝ ઇશ્‍યૂ ૨૯ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ સુધી ખુલ્લો રહેશે.

કંપની તેના ઇક્‍વિટી શેરને બીએસઈ એસએમઈ પ્‍લેટફોર્મ પર લિસ્‍ટ કરવાની યોજના ધરાવે છે.

આઈપીઓ હેઠળ કુલ ૩૬.૩૬ લાખ ઇક્‍વિટી શેરનો સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્‍યૂ કરવામાં આવશે, જેની કુલ કિંમત રૂ. ૧૦.૫૪ કરોડ છે.

શેરની ઇશ્‍યૂ કિંમત રૂ.૨૯ પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને લૉટ સાઇઝ ૪,૦૦૦ શેરની છે.

રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા બે લૉટ એટલે કે ૮,૦૦૦ શેર માટે અરજી કરી શકશે, જેના માટે રૂ. ૨.૩૨ લાખનું રોકાણ કરવું પડશે. એચએનઆઈ રોકાણકારો માટે ઓછામાં ઓછી અરજી ત્રણ લૉટ એટલે કે ૧૨,૦૦૦ શેરની રહેશે, જેના માટે રૂ.૩.૪૮ લાખનું રોકાણ જરૂરી રહેશે.

આઈપીઓ ૨૫ સપ્‍ટેમ્‍બરે ખુલશે અને ૨૯ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ બંધ થશે.

શેરની ફાળવણી ૩૦ સપ્‍ટેમ્‍બરે અંતિમ થવાની અપેક્ષા છે, જ્‍યારે બીએસઈ એસએમઈ પ્‍લેટફોર્મ પર શેરનું હંગામી લિસ્‍ટિંગ ૫ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ થવાની શકયતા છે

(3:11 PM IST)