તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
આકરી ગરમીને કારણે વિશ્વભરમાં ૬ મહિનામાં સાડાચાર લાખ લોકોનાં મોત થવાની દહેશત
અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાન માટે પણ ગંભીર ચેતવણી

શિકાગો તા.૨૪: ચાલુ વર્ષે ભયાનક ગરમીને કારણે વિશ્વભરમાં સપ્ટેમ્બર ૨૦૨૬થી ફેબ્રુઆરી ૨૦૨૭ વચ્ચેના ૬ મહિનામાં આશરે ૪.૫૧ લાખ લોકોનાં મોત થવાની આશંકા છે. બુધવારે પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના ‘ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ'ના સંશોધકોએ આ ચોંકાવનારો દાવો કર્યો હતો. આ સમયગાળા દરમ્યાન સામાન્ય વર્ષોની સરખામણીમાં અતિશય ગરમ દિવસોની સંખ્યામાં ૪૪ ટકાનો જંગી વધારો થવાની સંભાવના છે.
આ કાળઝાળ ગરમીનો સૌથી મોટો માર આફ્રિકા અને એશિયાના દેશોને સહન કરવો પડશે. ગરમીથી સૌથી વધુ ૩૧,૪૦૦ મોત નાઇજીરિયામાં થઈ શકે છે. ત્યાર બાદ ઇન્ડોનેશિયામાં ૧૯,૩૦૦ અને સુદાનમાં ૧૭,૬૦૦ લોકોના જીવ જવાની દહેશત છે.
સંશોધકોએ ગંભીર ચેતવણી આપતાં જણાવ્યું છે કે જો એલ નીન્યોની અસર ૨૦૨૭ના ઉનાળા સુધી લંબાશે તો ભારત અને પાકિસ્તાન જેવા દેશો માટે સ્થિતિ અત્યંત જોખમી બની શકે છે. અર્થશાષી માઇકલ ગ્રીનસ્ટોને વિશ્વના તમામ દેશોને લાખો લોકોના જીવ બચાવવા માટે તાત્કાલિક ઇમર્જન્સી પગલાં લેવાની અપીલ કરી હતી
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
