News of Monday, 19th October 2026
૮ ટન રેતી, બાવીસ પ્રકારનાં શાક અને ૧૦ પ્રકારનાં ફળોથી બન્યાં દુર્ગા મા

જાણીતા રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે દુર્ગા પૂજા શરૂ થઈ એ નિમિત્તે ઓડિશાના પુરીના દરિયાકિનારે મા દુર્ગાની ભવ્ય સેન્ડ આર્ટ તૈયાર કરી હતી. આ આર્ટિસ્ટિક મૂર્તિ માટે ૮ ટન રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં માતાજીનાં સ્વરૂપને રંગીન બનાવવા માટે બાવીસ પ્રકારનાં શાકભાજી અને ૧૦ પ્રકારનાં ફળો વાપરવામાં આવ્યાં હતાં. વિવિધ રંગો અને શેપને આધારે ૩૨ ચીજો પસંદ કરવામાં આવી હતી. એનાથી ૧૦ ફુટ ઊંચી મા દુર્ગાની કલાકૃતિ તૈયાર કરવામાં આવી હતી. સુદર્શન પટનાઈકે તેમના શિષ્યોની સાથે મળીને પાંચ કલાકમાં આ આર્ટ તૈયાર કરી હતી.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
