<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

દ્વારકાધીશ મંદિરમાં આગામી તા. ૦૭ થી ૧૧ નવેમ્બર દરમિયાન 'દિપાવલી અને નૂતન વર્ષ ઉત્સવ'ની થશે ભવ્ય ઉજવણી : વહીવટદાર વાય. પી. ગઢવી દ્વારા દર્શનના સમયની જાહેર કરાઈ વિસ્તૃત વિગતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જગતમંદિર ખાતે ધનતેરસ, રૂપ ચતુર્દશી, અન્નકૂટ, નૂતન વર્ષ અને ભાઈબીજ પર્વ નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો : વૈષ્ણવોને ઓનલાઈન દર્શન માટે ક્યૂઆર કોડ સ્કેન કરવા કરાઈ અપીલ

(દીપેશ સામાણી દ્વારા)  દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જગવિખ્યાત શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે આગામી તા. ૦૭/૧૧/૨૦૨૬ થી તા. ૧૧/૧૧/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન 'દિપાવલી/નૂતન વર્ષ ઉત્સવ' અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવવામાં આવનાર છે. આ પર્વો નિમિત્તે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને વૈષ્ણવો આવતા હોય, મંદિર વહીવટદાર કચેરી દ્વારા શ્રીજીના દર્શન અને નીતિ-નિયમોના સમયની વિગતવાર જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે.

વહીવટદાર અને નાયબ કલેક્ટર વાય. પી. ગઢવી દ્વારા જારી કરવામાં આવેલી વિગતો મુજબ, ઉત્સવના દિવસો દરમિયાન દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે:

૧. ધનતેરસ (૦૭/૧૧/૨૦૨૬, શનિવાર): આ દિવસે મંગળા આરતી સવારે ૦૫:૩૦ વાગ્યે થશે. સવારે ૦૭:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી સ્નાન દર્શન બંધ રહેશે, જ્યારે બાકીના અન્ય તમામ ક્રમ નિત્યક્રમ મુજબ જ રહેશે.

૨. રૂપ ચતુર્દશી / દિવાળી (૦૮/૧૧/૨૦૨૬, રવિવાર): આ પર્વના દિવસે બપોરે ૦૧:૦૦ વાગ્યે અનોસર દર્શન બંધ રહેશે. સાંજે ૦૫:૦૦ વાગ્યે ઉત્થાપન દર્શન, સાંજે ૦૮:૧૫ વાગ્યે હાટડી દર્શન તથા રાત્રે ૦૯:૪૫ વાગ્યે શયન દર્શન યોજાશે.

૩. અન્નકૂટ ઉત્સવ અને ગોવર્ધન પૂજા (૦૯/૧૧/૨૦૨૬, સોમવાર): અન્નકૂટ ઉત્સવના દિવસે મંગળા આરતી સવારે ૦૬:૦૦ વાગ્યે રાખવામાં આવી છે. બપોરે ૧૧:૩૦ વાગ્યે ગોવર્ધન પૂજા થશે તથા બપોરે ૦૧:૦૦ વાગ્યે અનોસર દર્શન બંધ રહેશે. ત્યારબાદ સાંજે ૦૫:૦૦ થી ૦૭:૦૦ વાગ્યા સુધી ભક્તો અન્નકૂટ દર્શનનો લાભ લઈ શકશે અને રાત્રે ૦૯:૪૫ વાગ્યે શયન થશે.

૪. નૂતન વર્ષ અને ભાઈબીજ (૧૦/૧૧/૨૦૨૬ મંગળવાર અને ૧૧/૧૧/૨૦૨૬ બુધવાર): નૂતન વર્ષ એટલે કે તા. ૧૦ ના રોજ મંગળા આરતી સવારે ૦૭:૦૦ વાગ્યે થશે અને અન્ય તમામ ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. આ ઉપરાંત ભાઈબીજના દિવસે એટલે કે તા. ૧૧ ના રોજ પણ દર્શન અને પૂજા વિધિ નિત્યક્રમ મુજબ જ યોજાશે.

શ્રી દ્વારકાધીશ મંદિરના અધિકૃત સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા ઘેર બેઠા દર્શનનો લાભ લેવા માટે દર્શનાર્થીઓ માટે ખાસ ક્યૂઆર કોડ (QR CODE) પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન અંગેની જાણકારી કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને મોકલી આપવામાં આવી છે.

દ્વારકાધીશ મંદિરમાં આગામી તા. ૦૭ થી ૧૧ નવેમ્બર દરમિયાન 'દિપાવલી અને નૂતન વર્ષ ઉત્સવ'ની થશે ભવ્ય ઉજવણી : વહીવટદાર વાય. પી. ગઢવી દ્વારા દર્શનના સમયની જાહેર કરાઈ વિસ્તૃત વિગતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જગતમંદિર ખાતે ધનતેરસ, રૂપ ચતુર્દશી, અન્નકૂટ, નૂતન વર્ષ અને ભાઈબીજ પર્વ નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો : વૈષ્ણવોને ઓનલાઈન દર્શન માટે ક્યૂઆર કોડ સ્કેન કરવા કરાઈ અપીલ

દીપેશ સામાણી દ્વારા, દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જગવિખ્યાત શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે આગામી તા. ૦૭/૧૧/૨૦૨૬ થી તા. ૧૧/૧૧/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન 'દિપાવલી/નૂતન વર્ષ ઉત્સવ' અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવવામાં આવનાર છે. આ પર્વો નિમિત્તે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને વૈષ્ણવો આવતા હોય, મંદિર વહીવટદાર કચેરી દ્વારા શ્રીજીના દર્શન અને નીતિ-નિયમોના સમયની વિગતવાર જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે.

(7:45 PM IST)