તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
E-20 પેટ્રોલ વિવાદ: હાઇ-ઇથેનોલ ફ્યુઅલ પર સરકાર બેકફૂટ પર, જાણો E-22 થી E-30 ની સ્પીડ કેમ ઘટી ગઈ?
દેશભરમાં માઇલેજ અને એન્જિન ડેમેજના ડર વચ્ચે કેન્દ્ર સરકારે લીધો મોટો યુ-ટર્ન : હવે વાહનોમાં મોંઘા હાર્ડવેર અપગ્રેડ અને ટેક્સ મુક્તિના ગણિત પર ARAI ના રિપોર્ટ બાદ જ લેવાશે આખરી નિર્ણય

નવી દિલ્હી : દેશમાં તાજેતરમાં લાગુ કરાયેલા E-20 પેટ્રોલને લઈને વાહન ચાલકો અને ઓટોમોબાઈલ નિષ્ણાતોમાં ભારે આક્રોશ અને આશંકાઓ જોવા મળી રહી છે. આ ગરમાગરમ વિવાદને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે હાઇ-ઇથેનોલ મિશ્રણની નીતિ પર અચાનક બ્રેક મારી દીધી છે અને આ મામલે વધુ ઉતાવળ ન કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા ભવિષ્ય માટે E-22 થી લઈને E-30 પેટ્રોલ સુધીના કડક ધોરણો પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા હતા અને સરકાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી, પરંતુ E-20 સામે દેશભરમાં શરૂ થયેલા વિરોધ અને ચર્ચાઓને કારણે કાનૂની, સ્ટાન્ડર્ડ અને ટેક્સ સંબંધી તૈયારીઓ કરતા અધિકારીઓની ગતિ સાવ ધીમી પડી ગઈ છે. સરકાર હવે ગ્રાહકોને સંપૂર્ણ ખાતરી આપ્યા વગર એક ડગલું પણ આગળ વધવા માંગતી નથી.
ઓટોમોબાઈલ સેક્ટરના એન્જિનિયરોનું માનવું છે કે ભારતમાં હાલના મોટાભાગના નવા વાહનો માત્ર E-20 ઇંધણની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જો વાહનોમાં E-22 કે તેનાથી વધુ એટલે કે E-30 સુધીનું પેટ્રોલ વાપરવું હોય, તો ગાડીઓના એન્જિન અને ઇંધણ સપ્લાય સિસ્ટમમાં મોંઘા હાર્ડવેર અપગ્રેડ કરવા પડશે અને સાથે જ અદ્યતન સોફ્ટવેર કેલિબ્રેશનની પણ જરૂર પડશે. આ સિવાય સૌથી મોટી ચિંતા માઇલેજમાં થનારા મોટા ઘટાડાને લઈને છે, કારણ કે ઇથેનોલનું પ્રમાણ વધતાં ગાડીની એવરેજ ઓછી થઈ જાય છે. જો કે, ઓટો ઉદ્યોગ આ ટેકનિકલ સમસ્યાઓનો ઉકેલ લાવવાનો દાવો કરી રહ્યો છે, પરંતુ સરકાર હવે દરેક પાસાની બારીકાઈથી તપાસ કરવા માટે દેશભરના વાહન ચાલકો પાસેથી સત્તાવાર જાહેર અભિપ્રાય (પબ્લિક ફીડબેક) માંગવાની તૈયારી કરી રહી છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે ઇંધણના ગણિતને સુધારવા માટે ચાર મુખ્ય પાસાઓ પર ગંભીર મંથન શરૂ થયું છે. પ્રથમ તો જો સરકાર ગ્રાહકોને એક્સાઇઝ ડ્યુટીમાં મોટી રાહત આપે, તો જ આ હાઇ-ઇથેનોલ પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું પડશે અને લોકો તેને અપનાવશે. બીજી તરફ, શુગર મિલો અને બાયોએનર્જી ઉત્પાદકોના સંગઠનએ સરકારના આ પ્લાનનું જોરદાર સ્વાગત કર્યું છે, કારણ કે E-22 અને E-25 ના કારણે ઇથેનોલની માંગ આસમાને પહોંચશે જેનાથી ખેડૂતોની આવકમાં મોટો ઉછાળો આવશે. હાલમાં સરકારે 'ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા' (ARAI) ને વર્તમાન વાહનો પર આ ઇંધણની અસર, એન્જિનનું આયુષ્ય અને મેન્ટેનન્સ ખર્ચની તપાસ કરવાનો મહત્વનો ટાસ્ક સોંપ્યો છે, જેનો આખરી રિપોર્ટ આવ્યા બાદ જ આગામી વર્ષના અંતમાં અંતિમ નિર્ણય લેવાશે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
