<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

નેપાળમાં વહેલી સવારે શક્તિશાળી ભૂકંપ : ભારતના સિક્કિમ સહિતના વિસ્તારો ઉપરાંત ભૂતાન, બાંગ્લાદેશ અને ચીનના કેટલાક વિસ્તારોમાં પણ આંચકાની અસર અનુભવાઈ: ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે ૫.૩ની તીવ્રતા નોંધાવી : સવારે ૭.૦૨ વાગ્યે આંચકો: ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં સિક્કિમના યુકસોમથી ૬૧ કિલોમીટર દૂર, ભૂકંપની ઊંડાઈ ૨૦ કી.મી.

કાઠમંડુ, તા. ૨૪ : નેપાળના પૂર્વીય કોશી પ્રાંતમાં આજે મંગળવારે સવારે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના સત્તાવાર આંકડા અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૫.૩ નોંધાઈ હતી.

સવારે ૭ વાગીને ૨ મિનિટ અને ૪૭ સેકન્ડે આવેલા ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં સિક્કિમના યુકસોમથી આશરે ૬૧ કિલોમીટર ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશામાં હતું. ભૂકંપની ઊંડાઈ ૨૦ કિલોમીટર નોંધાઈ હતી.

ભારતના સિક્કિમ સહિતના વિસ્તારો ઉપરાંત ભૂતાન, બાંગ્લાદેશ અને ચીનના કેટલાક વિસ્તારોમાં પણ આંચકાની અસર અનુભવાઈ હોવાના અહેવાલ છે. પ્રારંભિક માહિતી અનુસાર મોટી જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. તસવીરમાં તીવ્રતા ૫.૪ દર્શાવાઈ છે, પરંતુ ભારતના સત્તાવાર કેન્દ્રે ૫.૩ નોંધાવી હોવાથી આ આંકડો લેવામાં આવ્યો છે. 

(9:37 AM IST)