તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th June 2026
કિન્નર બની ટ્રેનમાં વસૂલી કરતાઃ મહિને ૬૦૦૦૦ની કમાણી
બેરોજગાર યુવાનોનો અનોખો જુગાડઃ ઘરેથી સામાન્ય કપડાંમાં નીકળતા, રેલવે સ્ટેશન પર કિન્નર બની જતાં: RPFનું સ્પેશિયલ ચેકિંગ, ત્રણ નકલી કિન્નરની ધરપકડ : યુવકો રોજના ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાની વસૂલી કરતા હતા. મહિનામાં ૬૦ હજાર સુધીની કમાણી કરી નાખતા હતા

જબલપુર,તા.૬: બેરોજગારી યુવાનોને કઈ હદ સુધી લઈ જાય છે, તેનો આ દાખલો છે. જબલપુર રેલવે સ્ટેશન અને આજુબાજુની ટ્રેનોમાં મુસાફરો પાસેથી બળજબરી પૈસા વસૂલતા કિન્નરો તરીકે પકડાયેલા યુવકો હકીકતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના બેરોજગાર યુવાનો નીકળ્યા. રેલવે સુરક્ષા દળની કડક કાર્યવાહીમાં ખુલાસો થયો કે આ યુવકો રોજના ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયાની વસૂલી કરતા હતા. મહિનામાં ૬૦ હજાર સુધીની કમાણી કરી નાખતા હતા. એક સામાન્ય નોકરી કરતા આ રસ્તો સારો હોવાનું ગણાવી આ કામમાં લાગી ગયા હતા. કટનીથી ઈટારસી સુધી ફેલાયેલી તેમની ગેંગે આખી વ્યવસ્થા બનાવી હતી.
યુવકોએ જણાવ્યું કે, પોતપોતાના ઘરેથી પેન્ટ-શર્ટમાં નીકળેલા આ યુવાનો રેલવે સ્ટેશન પર પહોંચી સાડી, મેકઅપ અને કિન્નરનું રૂપ ધારણ કરી લેતા હતા. કિન્નરની માફક મુસાફરો પાસેથી વસૂલી કરતા હતા. રેલ યાત્રી પણ ડર અને સંકોચના કારણે આ યુવાનોને તરત પૈસા આપી દેતા હતા. યુવકોનો ટાર્ગેટ વધારેમાં વધારે વસૂલી પર રહેતો હતો. આવા સમયે રેલ યાત્રી પાસે રોકડા ન હોય તો તેઓ મ્ય્ કોડ સ્કેન કરાવતા. ય્ભ્જ્ની પૂછપરછમાં ખુલ્યું કે કેટલાય યુવાનો લિગ પરિવર્તન ઓપરેશન કરાવવાનું પણ વિચારી રહ્યા હતા. અસલી કિન્નર સમુદાયે આ નકલી ગેંગનો ખુલાસો થતાં નારાજ થયા છે. તેમની છબિ ખરાબ થઈ રહી છે.
જબલપુરમાં RPFએ સ્પેશિયલ અભિયાન ચલાવ્યું છે. સતત મળી રહેલી ફરિયાદો બાદ ત્રણ શંકાસ્પદની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ત્રણેય યુવાનો છે. કાનપુરના આશીષ ઉર્ફ આશી, મહેશ ઉર્ફ માહી અને પિચૂ ઉર્ફ તરન્નુમ આ જ નેટવર્કમાં કામ કરી રહ્યા હતા. પહેલા ગાયત્રી નગરમાં ભાડાના રૂમમાં રહીને ટ્રેનોમાં વસૂલી કરતા હતા.
આ યુવક ઘરેથી સામાન્ય કપડાંમાં નીકળતા હતા. સ્ટેશન નજીક જઈને તેઓ સાડી પહેરી, સિદૂર લગાવી અને ભારે મેકઅપ કરી ટ્રેનોમાં નીકળી જતાં હતા. તેમનો અવાજ, ચાલ-ઢાલ અને વ્યવહાર એવો રાખતા કે કોઈને શંકા ન જાય. રેલ યાત્રી તેમનાથી બચવા માટે ૧૦થી ૧૦૦ રૂપિયા સુધી આપી દેતા હતા. આ યુવકોએ જણાવ્યું કે, અમને જોઈને લોકો પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢીને આપી દેતા હતા. એક ટ્રેનમાંથી લગભગ ૨૦૦૦થી ૫૦૦૦ સુધીની વસૂલી થઈ જતી હતી. તેમાં એક બે કલાકનો સમય લાગતો હતો. આશીષે જણાવ્યું કે બેરોજગારીના કારણે કેટલાય શહેરોમાં ભટક્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પરથી આ રીત શીખી. રોકડા ન હોય તો QR કોડ દેખાડી દેતા હતા. તેનાથી રોજ ૨૦૦૦ રૂપિયા આસાનીથી મળી જતાં હતા. દર મહિને ૬૦ હજાર રૂપિયાની કમાણી થઈ રહી હતી.
મોટા ભાગના આરોપી ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી આવ્યા છે. તેમણે જબલપુર, કટની, નરસિંહપુર અને ઈટારસી જેવા મુખ્ય સ્ટેશનો પર બેઝ બનાવ્યું છે. ભાડાના મકાનમાં રહીને આખું નેટવર્ક ચાલતું હતું. આરપીએફ અધિકારીઓનું કહેવું છે કે આવી કેટલીય ટોળકી એક્ટિવ હોઈ શકે છે. તેના વિશે તપાસ ચાલી રહી છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
