<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અફઘાનિસ્‍તાનમાં ભૂકંપઃ ૫.૩ની તીવ્રતા

ભૂકંપના કારણે હજી કોઈ જાનહાનિના સમાચાર પ્રકાશમાં આવ્‍યું નથી

કાબુલ તા.૧: આજે સવારે અફઘાનિસ્‍તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્‍ટર ફોર જીઓસાયન્‍સિસ (GFZ) અનુસાર, રિક્‍ટર સ્‍કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૩ નોંધાઈ છે. આ ભૂકંપ (ભારતીય સમય પ્રમાણે) સવારે લગભગ ૬:૫૯ વાગ્‍યે આવ્‍યો. તેનું કેન્‍દ્રબિંદુ ૩૬.૦૫ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૬૮.૮૭ ડિગ્રી પૂર્વ રેખાંશ પર છે. ભૂકંપનું ઉદ્ગમ સ્‍થાન માત્ર ૧૦ કિલોમીટરની ઓછી ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપનું કેન્‍દ્રબિંદુ સપાટીની નજીક હોવાને કારણે અસરગ્રસ્‍ત વિસ્‍તારોના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા.

આ ભૂકંપના કારણે હજી કોઈ જાનહાનિના સમાચાર પ્રકાશમાં આવ્‍યું નથી.આ વારના સમયે જ્‍યારે મોટાભાગના લોકો ઘરોમાં હતા ત્‍યારે અચાનક ધરતી ધ્રૂજવા લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. બહુમાળી ઇમારતો અને મકાનોમાં પંખા તથા વાસણો હલવા લાગતા લોકો જીવ બચાવવા માટે તાત્‍કાલિક ઘરોમાંથી બહાર નીકળીને ખુલ્‍લા મેદાન તરફ ભાગ્‍યા હતા. હિદુકુશ પર્વતમાળાનો આ વિસ્‍તાર ભૌગોલિક રીતે ટેક્‍ટોનિક પ્‍લેટોની હલચલ માટે અત્‍યંત સંવેદનશીલ માનવામાં આવે છે, જેના કારણે અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.

(3:39 PM IST)