<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

જાપાનમાં ભૂકંપથી ભારે તબાહીઃ ૧૩ લોકોના મોતઃ અનેક ગુમ

દક્ષિણ પશ્ચિમ જાપાનમાં ૭.૧ ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ વેર્યો

ટોક્‍યો તા.૨૯:  મંગળવારના રોજ દક્ષિણપશ્ચિમ જાપાનમાં જોરદાર ભૂકંપ આવ્‍યો. રોઇટર્સના જણાવ્‍યા અનુસાર, તીવ્ર ભૂકંપ બાદ દરિયાકાંઠાના વિસ્‍તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, પરંતુ બાદમાં ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી.

આ ભૂકંપે જાપાનમાં ભારે તબાહી મચાવી છે. આ ભૂકંપને કારણે અત્‍યાર સુધીમાં ૧૩ લોકો મૃત્‍યુ પામ્‍યા છે અને અનેક લોકો હજુ પણ ગુમ છે.

જાપાનના વડા પ્રધાન સના તાકાઈચીએ બુધવારે સવારે જાહેરાત કરી હતી કે દક્ષિણપશ્ચિમ જાપાનના કેટલાક ભાગોમાં આવેલા શક્‍તિશાળી ભૂકંપ બાદ ૧૩ લોકો મૃત્‍યુ પામ્‍યા છે અને ગુમ થયેલા લોકો માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

જાપાનના વડા પ્રધાન તાકાઈચીએ જણાવ્‍યું હતું કે રાતોરાત બચાવ કામગીરી ચાલુ રહી હતી, જેમાં ઘણા ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્‍યા હતા, પરંતુ કેટલાક ગુમ છે.

મંગળવારે મોડી બપોરે જાપાનના દક્ષિણ મુખ્‍ય ટાપુ પર આવેલા ક્‍યુશુના કુમામોટો પ્રદેશમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્‍યો. ભૂકંપને કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં લોકો દટાઈ ગયા હતા.

યત્‍સુશિરોમાં ભૂકંપના કેન્‍દ્રબિદુ નજીક ઘણી ઇમારતો ધરાશાયી થયેલી જોવા મળી હતી. ફણ્‍ધ્‍ અનુસાર, યત્‍સુશિરોમાં એક પુલનો રાહદારી ભાગ તૂટી પડ્‍યો હતો. તે જ શહેરમાં ક્‍યુશુ એક્‍સપ્રેસવે પર એક હાઇવે ઓવરપાસને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું.

પ્રધાનમંત્રી સાને તાકાઈચીએ પત્રકારો સાથે વાત કરતા ભૂકંપગ્રસ્‍ત વિસ્‍તારોમાં લોકોને અપીલ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું, તેઓએ સમાન તીવ્રતાના બીજા ભૂકંપની શક્‍યતાને ધ્‍યાનમાં રાખીને સતર્ક રહેવું જોઈએ.

(9:55 AM IST)