<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

તિબેટમાં ફરી ધરા ધ્રુજી : 5.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ફફડાટ

ભૂકંપનું કેન્દ્ર 35 કિમી ઊંડાઈએ :5 દિવસ પહેલાં પણ 5.0ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો :હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.

તિબેટમાં મંગળવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટરના આંકડા મુજબ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 35 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના ઝટકા બાદ હાલ સુધી કોઈ જાનહાનિ અથવા મોટા પાયે નુકસાનના તાત્કાલિક અહેવાલ સામે આવ્યા નથી.

 

ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં અધિકારીઓ દ્વારા નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. હાલ ભૂકંપના કારણે થયેલા નુકસાનની સંપૂર્ણ માહિતી સામે આવી નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે.

 

તિબેટમાં 3 સપ્ટેમ્બરે પણ બપોરે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 નોંધાઈ હતી. ભૂકંપ બપોરે અંદાજે 1:46 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર 31.479 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 80.370 ડિગ્રી પૂર્વી રેખાંશ પર નોંધાયું હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર અંદાજે 14 કિલોમીટરની ઊંડાઈએ હ

(11:17 PM IST)