<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

યુધ્‍ધ ફરી શરૂ થતાં શેરબજારમાં ભૂકંપ

સેન્‍સેકસ ૮૫૦થી વધુ પોઇન્‍ટ ડાઉન

નવી દિલ્‍હી તા.૩: પશ્ચિમ એશિયામાં ઘેરાતા જતા સંકટની અસર આજે સ્‍થાનિક શેરબજાર પર પણ પડી રહી છે. શરૂઆતના કારોબારમાં ગ્‍લ્‍ચ્‍ સેન્‍સેક્‍સ ૮૦૦ પોઈન્‍ટથી વધુ ઘટ્‍યો હતો, જ્‍યારે નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જનો નિફટી ૫૦ ઇન્‍ડેક્‍સ પણ ૨૪,૩૦૦ ની નીચે સરકી ગયો હતો. સવારે ૧૦.૧૫ વાગ્‍યે, સેન્‍સેક્‍સ ૮૬૧ પોઈન્‍ટ અથવા ૧.૦૮% ઘટીને ૭૩,૭૮૭  પર હતો. નિફટી પણ ૨૪૦ પોઈન્‍ટ અથવા ૦.૮૯% ઘટીને ૨૩,૨૪૩ પર હતો. અગાઉ, સતત ચાર દિવસના ઘટાડા પછી, મંગળવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. દરમિયાન, ડોલર સામે રૂપિયો ૯૫.૪૫ પર નીચો ખુલ્‍યો હતો. પાછલા સત્રમાં, તે ૧૭ પૈસા ઘટીને ૯૫.૩૬ પર બંધ થયો હતો.બજાર ખુલ્‍યાના માત્ર એક મિનિટમાં જ રોકાણકારોના અંદાજે ૩.૭૫ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.

સેન્‍સેક્‍સના ૩૦ માંથી ૨૭ શેર નીચા ખુલ્‍યા. IT શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્‍યો, જેમાં TCS સૌથી વધુ ૪.૧૫% ઘટી ગયું. ઇન્‍ફોસિસ, એસસીએલ ટેક, ટેક મહિન્‍દ્રા, આઇટીસી, એટરનલ, એશિયન પેઇન્‍ટ્‍સ અને બજાજ ફાઇનાન્‍સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો હતો. આ દરમિયાન એશિયન પેઇન્‍ટ્‍સ, ભારતી એરટેલ અને ટાટા સ્‍ટીલના શેરમાં પણ ઉછાળો જોવા મળ્‍યો હતો.

નિફટીમાં ટીસીએસ, એચસીએલ ટેક્રોલોજીસ અને ટેક મહિન્‍દ્રા સૌથી વધુ વધ્‍યા હતા. વ્‍યાપક બજારમાં, નિફટી મિડકેપ ૦.૬૭% ઘટ્‍યો હતો, અને નિફટી સ્‍મોલકેપ ૦.૪૮% ઘટ્‍યો હતો. ક્ષેત્રીય રીતે, નિફટી આઈટી સેક્‍ટર સૌથી વધુ ઘટ્‍યો હતો, ત્રણ ટકાથી વધુ ઘટ્‍યો હતો. નિફટી રિયલ્‍ટી અને નિફટી પીએસયુ બેંકમાં ઘટાડો થયો હતો. નિફટી મેટલે સારું પ્રદર્શન કર્યું હતું.

પヘમિ એશિયામાં કટોકટી વધુ ઘેરી બની છે. યુએસ સેક્રેટરી ઓફ સ્‍ટેટ માર્કો રુબિયોએ કહ્યું હતું કે ઈરાને હોર્મુઝ સ્‍ટ્રેટના મોટા ભાગમાં ખાણો નાખી છે અને વાણિજ્‍યિક જહાજો પર ગોળીબાર કર્યો છે. આ સ્‍પષ્ટપણે દર્શાવે છે કે યુએસ અને ઈરાન વચ્‍ચે શાંતિ વાટાઘાટોને અંતિમ સ્‍વરૂપ આપવામાં લાંબો સમય લાગી શકે છે. આના કારણે આજે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ વધારો થયો છે. બ્રેન્‍ટ ક્રૂડ હાલમાં ૦.૯૪રુ વધીને ડોલર ૯૬.૯૦ પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે.

 

(1:19 PM IST)