તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 17th October 2026
હિમાચલમાં સવારે ૪:૩૬ વાગ્યે ૪.૧નો ભૂકંપ
શિમલા સહિત અનેક વિસ્તારોમાં ધ્રુજારીઃ લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

શિમલા તા.૧૭: શનિવારે વહેલી સવારે હિમાચલમાં ભૂકંપના આંચકા અનુભવાયા. વહેલી સવારે ભૂકંપ આવ્યો હોવાથી, મોટાભાગના લોકો ગાઢ નિદ્રામાં હતા. અચાનક આવેલા ભૂકંપ અને ધ્રુજારીથી ગભરાટ ફેલાયો અને લોકો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) અનુસાર, શનિવારે સવારે ૪:૩૬ વાગ્યે ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૧ માપવામાં આવી હતી. શિમલા તેમજ રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા.
સવારે આવેલા આ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, પરંતુ સદનસીબે, કોઈ જાનમાલનું નુકસાન કે ઘરોમાં તિરાડો પડવાના કોઈ અહેવાલ નથી.(૩૮.૫)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
