તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Saturday, 11th July 2026
પૂર્વ એશિયા પર સુપર ટાયફૂન ‘બાવી’નું સંકટ: તાઈવાન-જાપાન-ચીનમાં હાઈ એલર્ટ
પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલું શક્તિશાળી સુપર ટાયફૂન ‘બાવી’ પૂર્વ એશિયાના તાઈવાન, જાપાન અને ચીન તરફ ઝડપથી આગળ વધતા સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર

પ્રશાંત મહાસાગરમાં ઉદ્ભવેલું શક્તિશાળી સુપર ટાયફૂન ‘બાવી’ પૂર્વ એશિયાના તાઈવાન, જાપાન અને ચીન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું તાઈવાનના ઉત્તરીય ભાગ પાસેથી પસાર થઈ ચીનના પૂર્વ કિનારા તરફ આગળ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન એજન્સીઓએ કેટલાક વિસ્તારોમાં એક મીટર (આશરે 39 ઇંચ) સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે પૂર, ભૂસ્ખલન અને ભારે પવનથી વ્યાપક નુકસાનની આશંકા છે. સત્તાવાળાઓએ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે શાળાઓ બંધ, ફ્લાઇટો રદ અને દરિયાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
