News of Thursday, 26th November 2026
કોંગોમાં ઇબોલા મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુંઃ સંક્રમણના કેસોની સંખ્યા ૧૨ હજારને વટાવી ગઈ, પૂર્વીય વિસ્તારોમાં સશસ્ત્ર સંઘર્ષથી આરોગ્ય સેવાઓ ખોરવાઈ
સંઘર્ષગ્રસ્તવિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓ સુધી સારવાર પહોંચાડવાનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે.

કિન્શાસા: ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા મહામારીને પગલે ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. આજે પ્રકાશિત અહેવાલ અનુસાર દેશમાં ઇબોલાના કેસોની સંખ્યા ૧૨ હજારને વટાવી ગઈ છે.
દેશના પૂર્વીય વિસ્તારોમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. પરિણામે રોગચાળાને નિયંત્રણમાં લેવાની કામગીરી સામે ગંભીર અવરોધો ઊભા થયા છે.
દેશમાં અત્યાર સુધીના સૌથી ગંભીર ઇબોલા રોગચાળાને નિયંત્રિત કરવા આરોગ્ય તંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓ સુધી સારવાર પહોંચાડવાનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
