<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

સ્‍થાનિક માંગમાં સુધારો અને ચોમાસાને કારણે અર્થતંત્ર મજબૂત બન્‍યું

RBIનું ઓગસ્‍ટ બુલેટિન બહાર પાડવામાં આવ્‍યું: યુએસ ટેરિફની ઓછી અસર પડી : પ્રતિકૂળ વૈશ્વિક પરિસ્‍થિતિઓ વચ્‍ચે ભારતીય અર્થતંત્રે નોંધપાત્ર મજબૂતી દર્શાવી

નવી દિલ્‍હ તા.૨૬: ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નવીનતમ બુલેટિનમાં જણાવાયું છે કે સ્‍થાનિક માંગમાં વધારો અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં તેજીને કારણે ભારતીય અર્થતંત્રમાં મજબૂતી જોવા મળી છે. વધુમાં, જુલાઈમાં સારા ચોમાસાએ કૃષિ પરના ખતરાને ઘટાડ્‍યો છે. ય્‍ગ્‍ત્‍ એ સ્‍પષ્ટતા કરી છે કે બુલેટિન લેખોમાં વ્‍યક્‍ત કરાયેલા મંતવ્‍યો લેખકોના પોતાના છે અને તે જરૂરી નથી કે તે રિઝર્વ બેંકના સત્તાવાર મંતવ્‍યો પ્રતિબિબિત કરે.

વિશ્વભરમાં ચાલી રહેલી આર્થિક અને રાજકીય ઉથલપાથલ વચ્‍ચે, RBI ના અહેવાલમાં ખાસ જણાવાયું છે કે યુનાઇટેડ સ્‍ટેટ્‍સ દ્વારા લાદવામાં આવેલા વધારાના ૧૦% ટેરિફની અસર ચીન અને અન્‍ય એશિયન દેશો કરતાં ભારત પર ઓછી થવાની ધારણા છે. ઓગસ્‍ટ બુલેટિનમાં પ્રકાશિત એક લેખ મુજબ, વિશ્વ હાલમાં નબળા ભૂરાજકીય વાતાવરણ અને વેપાર સંબંધિત અનિヘતિતાઓનો સામનો કરી રહ્યું છે. આમ છતાં, ભારતનું અર્થતંત્ર આ બાહ્ય પડકારોથી ઓછું પ્રભાવિત થયું છે. આ મુખ્‍યત્‍વે માલસામાનની મજબૂત સ્‍થાનિક માંગ અને ઉત્‍પાદન અને સેવા ક્ષેત્રોમાં વધતી ગતિને કારણે છે.

જૂનમાં વરસાદના અભાવ પછી, જુલાઈમાં ચોમાસાએ ગતિ પકડી. ખાદ્ય ફુગાવામાં થોડો વધારો થયો હોવા છતાં, મુખ્‍ય ફુગાવો સ્‍થિર રહ્યો. વધુમાં, બજારમાં તરલતાની સ્‍થિતિમાં સુધારો થયો છે, જેનાથી ધિરાણ અને રોકાણ પ્રવૃત્તિમાં વધારો થયો છે. વિદેશી રોકાણ ફરી શરૂ થવાથી બાહ્ય ક્ષેત્ર પણ મજબૂત બન્‍યું છે.

યુએસ દ્વારા લાદવામાં આવેલા ૧૦% વધારાના કર (કલમ ૩૦૧ ટેરિફ) અંગે, અહેવાલમાં નોંધવામાં આવ્‍યું છે કે ભારતમાંથી યુએસમાં નિકાસ કરવામાં આવતી મુખ્‍ય ચીજવસ્‍તુઓ, જેમ કે સ્‍માર્ટફોન, પેટ્રોલિયમ ઉત્‍પાદનો અને ફાર્માસ્‍યુટિકલ્‍સ, આ કરમાંથી મુક્‍ત છે. આનો અર્થ એ છે કે ભારત યુએસ બજારમાં ચીન, વિયેતનામ અને થાઇલેન્‍ડ જેવા દેશો કરતાં તેનાથી ઓછી પ્રભાવિત થશે.

 

(9:59 AM IST)