તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
NHAI ટોલ પ્લાઝા કૌભાંડમાં ૭ રાજ્યોમાં ૧૪ સ્થળોએ એકસાથે ઈડી ત્રાટકયું
ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ સહિતના વિસ્તારોમાં એજન્સી દ્વારા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની સઘન તપાસ : નકલી સોફટવેર અને ફાસ્ટેગની આડમાં કરોડોની છેતરપિંડી આચરનાર નેટવર્ક સામે તપાસનો ધમધમાટ

નવી દિલ્હી, તા.૨: ઈડી દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ટોલ પ્લાઝા પર આચરવામાં આવેલા કથિત ગેરકાયદેસર ટોલ વસૂલાત અને મની લોન્ડરિંગ કેસમાં અત્યંત આક્રમક પગલાં લેવામાં આવ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ લખનૌ ઝોનલ ઓફિસ દ્વારા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ, મધ્યપ્રદેશ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને પヘમિ બંગાળના કોલકાતા સહિત કુલ ૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૪ ઠેકાણાઓ પર સવારે એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ વ્યાપક કાર્યવાહીથી ટોલ ઓપરેટરો અને સંકળાયેલા તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે ટોલ પ્લાઝા પર સત્તાવાર એકાઉન્ટિંગ સિસ્ટમને બાયપાસ કરવા માટે અનધિકળત અને ખાનગી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ નકલી સોફ્ટવેર દ્વારા અસલી જેવી જ દેખાતી નકલી ટોલ રસીદો જનરેટ કરીને વાહનો પાસેથી વસૂલવામાં આવતી રકમ સત્તાવાર ખાતામાં જમા થવાને બદલે સીધી જ અન્ય માર્ગે વાળવામાં આવતી હતી. ખાસ કરીને ઓવરલોડેડ વાણિજ્યિક વાહનો અને નકલી ફાસ્ટેગના ઉપયોગ દ્વારા NHAI ને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની શંકા છે. ફોરેન્સિક તપાસમાં પણ NHAI ના રેકોર્ડની વિરુદ્ધ જઈને આવા સમાંતર ડિજિટલ સોફ્ટવેરના ઉપયોગની પુષ્ટિ કરવામાં આવી છે.
ED ની વિવિધ ટીમો દ્વારા આ કેસમાં સંડોવાયેલા મુખ્ય શંકાસ્પદો, ટોલ ઓપરેટરો અને આઈટી કર્મચારીઓની ભૂમિકાની ઝીણવટભરી તપાસ થઈ રહી છે. દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ડિજિટલ ઉપકરણો, બેંક ખાતાઓની વિગતો, બેનામી સંપત્તિ સંબંધિત દસ્તાવેજો અને કૌભાંડના અંતિમ લાભાર્થીઓની ઓળખ માટેના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. અગાઉ ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા આ કૌભાંડના મુખ્ય માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે ED દ્વારા મની લોન્ડરિંગના એંગલથી દેશભરમાં ફેલાયેલા આ ગેરકાયદેસર નેટવર્કની કડીઓ જોડવાની કામગીરી તેજ કરવામાં આવી છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
