<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

AAP સાંસદ અશોક મિત્તલના ઘર અને LPU કેમ્‍પસ પર ઈડીના દરોડા

કરોડોના ફંડિંગમાં ગેરરીતિની આશંકા વચ્‍ચે પંજાબથી ગુરુગ્રામ સુધી તપાસનો ધમધમાટ

નવી દિલ્‍હી, તા.૧૫: આમ આદમી પાર્ટીના રાજ્‍યસભા સાંસદ અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી ના સ્‍થાપક અશોક મિત્તલ પર ઈડી એ સકંજો કસ્‍યો છે. બુધવારે વહેલી સવારથી જ ઈડી ની ટીમોએ પંજાબ અને હરિયાણા સહિત આઠથી વધુ સ્‍થળોએ દરોડા પાડ્‍યા હતા. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્‍યારે તાજેતરમાં જ રાઘવ ચઢ્ઢાને રાજ્‍યસભામાં પાર્ટીના ડેપ્‍યુટી લીડર તરીકે નિયુક્‍ત કરવામાં આવ્‍યા છે, જેના કારણે પંજાબના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

તપાસનો મુખ્‍ય વિષય લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી સાથે જોડાયેલા નાણાકીય વ્‍યવહારો છે. ઈડીને શંકા છે કે યુનિવર્સિટીના ભંડોળમાં મોટી ગેરરીતિઓ આચરવામાં આવી છે. જલંધર સ્‍થિત યુનિવર્સિટીના કેમ્‍પસ ઉપરાંત અશોક મિત્તલ અને તેમના પુત્રના રહેઠાણો તથા ફાર્મહાઉસ પર અધિકારીઓ દ્વારા દસ્‍તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. શૈક્ષણિક સંસ્‍થાની આડમાં થયેલા કથિત મની લોન્‍ડરિંગના તાર શોધવા માટે તપાસ એજન્‍સી ડિજિટલ પુરાવાઓ પણ એકત્ર કરી રહી છે.

ગુરુગ્રામથી લઈને જલંધર સુધી વિસ્‍તરેલી આ તપાસમાં ઈડીના ડઝનબંધ અધિકારીઓ જોડાયેલા છે. ખ્‍ખ્‍ભ્‍ નેતાના પરિસરો પરની આ કાર્યવાહીને પગલે વિપક્ષો અને સત્તાધારી પક્ષ વચ્‍ચે આરોપ-પ્રત્‍યારોપનો દોર શરૂ થયો છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર, યુનિવર્સિટીના વિસ્‍તરણ માટે લેવાયેલા ફંડ અને વિદેશી વ્‍યવહારો અત્‍યારે તપાસના રડારમાં છે. આગામી દિવસોમાં આ દરોડા દરમિયાન મળી આવેલા મહત્‍વના પુરાવાઓ સાંસદની મુશ્‍કેલીમાં વધારો કરી શકે છે.

(11:47 AM IST)