<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

રિલાયન્‍સ પાવર લિમિટેડની રૂ.૨૦૩૨ કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી

સેબીના પગલાં બાદ ઈડીએ તપાસ શરૂ કરી હતી : ઈડીના આક્ષેપોને કંપનીએ ‘વિવાદિત' ગણ્‍યા હવે કાયદાકીય સલાહ અનુસાર આગળ વધશે

નવી દિલ્‍હી,તા.૧૫: ધ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ અનિલ અંબાણી જૂથની કંપની રિલાયન્‍સ પાવર લિમિટેડ (આરપીએલ)ની સામે ફેમા અંતર્ગત તપાસના સંબંધમાં રૂ.૨૦૦૦ કરોડથી વધુ મૂલ્‍યની સંપત્તિ જપ્ત કરી છે. ઇંડીએ બુધવારે એક નિવેદનમાં કહ્યું કે આરપીએલના બેંક બેલેન્‍સિસ અને સાસન પાવર લિમિટેડમાંના કંપનીના શેર હોલ્‍ડિંગનો જપ્ત કરેલી સંપત્તિમાં સમાવેશ થયો છે. રૂ.૨,૦૩૨.૮૧ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો ઓર્ડર ધ ફોરેન એક્‍સચેન્‍જ મેનેજમેન્‍ટ એક્‍ટ (એફઈએમએ)ના સેક્‍શન ૩૭એ હેઠળ ૧૨મી ઓકટોબરે બહાર પાડવામાં આવ્‍યો હતો.

આરપીએલ દ્વારા ‘‘બુક્‍સ ઓફ  એકાઉન્‍ટ (હિસાબી ચોપડાઓ)માં રૂ. ૨૧૦૧.૪૬ કરોડ રૂપિયાની જોગવાઈઓ અથવા રાઈટ ઓફફસ સંબંધી સેબી (એસઈબીઆઈ-સિકયોરિટીસ એન્‍ડ એક્‍સચેન્‍જ બોર્ડ ઓફ ઈન્‍ડિયા)ના પગલાં પછી ઈડીની તપાસ ઉદ્વવી હતી. બ્રિટીશ વર્જિન આઈસલેન્‍ડસ (બીવીઆઈ) અને કેમેન આઈલેન્‍ડસમાંની કંપનીઓને કરાયેલા એડવાન્‍સિસ અને વિદેશી રોકાણો સાથે, સંબંધિત રાઈટ ઓફફસ કરાયા હતા તેવું& ઈડીએ કહ્ય હતું.

રિલાયન્‍સ નેચરલ રિસોર્સિસ લિમિટેડ (જેનું આરપીએલમાં પછી મર્જર થયું હતું) એ ૨૦૦૬માં ફોરેન કરન્‍સી કન્‍વર્ટિબલ બોન્‍ડસ દ્વારા ૩૦ કરોડ ડોલર ઊભા કર્યા હતા. આ રકમમાંથી ૨૭.૫ કરોડ ડોલરની રકમ તેની માલિકીની સિગાપોર સબસીડીયરી (પેટા કંપની) રિલાયન્‍સ નેચરલ રિસોર્સિસ (સિગાપોર) પ્રાઈવેટ લિમિટેડમાં (આરએનઆરએલ-એસ) રોકવામાં આવી હતી.

આરએનઆરએલ-એસે આ રકમ જાિનિવા સ્‍થિત ડયુશ બેન્‍ક (સ્‍વિર્સ) એસએમાં ભંડોળ ડિપોઝિટ કર્યું હતું અને તે ડિપોઝિટનો કોલેટરલ તરીકે ઉપયોગ કરીને બ્રિટીશ વર્જિન આઈલેન્‍ડસમાંની કંપનીઓ માટે લોન લેવામાં આવી હતી.

બ્રિટીશ વર્જિન આઈસલેન્‍ડમાંની કંપનીઓને પર્સન્‍સ અનિલ અંબાણી ગ્રુપ (આરએએજી) દ્વારા કન્‍ટ્રોલ કરતું હતું અને મેનેજ કરતું હતું તેવો દાવો ઈડીએ કર્યો છે.

મોરિશિયસ સ્‍થિત વિદેશી કંપનીઓ દ્વારા ભારતમાં હંગામી ધોરણે ભંડોળ મોકલાતું હતુ અને અન્‍ય હેતુઓમાં લોનની રકમનો ઉપયોગ કરાતો હતો તેવું ઈડીની તપાસમાં જાણવા મળ્‍યું છે. આરએએજીને ભંડોળથી લાભ થતો હતો અને ભંડોળ ભારતની બહાર રાખવામાં આવતું હતું.

(9:50 AM IST)