News of Tuesday, 19th May 2026
ગેન્ગસ્ટર મિર્ચી અને પરિવારની રૂ.૭૦૦ કરોડની સંપત્તિ EDએ જપ્ત કરી
૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના આરોપી ઈકબાલ મિર્ચીનું ૨૦૧૩માં અવસાન થયું હતું

નવી દિલ્હી તા.૧૯: કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મૃત્યુ પામેલા ગેંગસ્ટર ઈકબાલ મિર્ચી અને તેના પરિવાર સાથે જોડાયેલી રૂ. રૂા.૭૦૦.૨૭ કરોડની સંપત્તિ કામચલાઉ ધોરણે જપ્ત કરી છે. આ કાર્યવાહી ‘ફયુજાિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ' હેઠળ કરવામાં આવી છે. જપ્ત કરાયેલી મિલકતોમાં મુંબઈના વરલી વિસ્તારમાં આવેલી ત્રણ મુખ્ય પ્રોપર્ટી (રાબિયા મેન્શન, મરિયમ લોજ અને સી વ્યુ) સામેલ છે, જેની કિમત અંદાજે રૂપિયા રૂા.૪૯૭ કરોડ છે. આ સિવાય દુબઈમાં આવેલી રૂા.૨૦૩.૨૭ કરોડની વિદેશી સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવી છે.
મુંબઈ પોલીસ દ્વારા ઈકબાલ મિર્ચી સામે નોંધાયેલી મની લોન્ડરિગ, ડ્રગ્સની હેરાફેરી, ખંડણી અને ગેરકાયદેસર હથિયારો સંબંધિત વિવિધ એફઆઈઆરનાના આધારે ઈડીએ આ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગુનાખોરી દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ભારત અને વિદેશમાં મિર્ચીના પરિવારના નામે મિલકતો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
દુબઈમાં મિર્ચીની પત્ની હાજરા અને પુત્રો આસિફ તેમજ જુનૈદના નામે હોટેલ મિડવેસ્ટ એપાર્ટમેન્ટ અને અન્ય ૧૪ રિયલ એસ્ટેટ યુનિટ્સ ખરીદવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના આરોપી ઈકબાલ મિર્ચીનું ૨૦૧૩માં લંડનમાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. મુંબઈની વિશેષ અદાલતે ફેબ્રુઆરી ૨૦૨૧માં તેના પરિવારના આ ત્રણેય સભ્યોને ‘ભાગેડુ આર્થિક ગુનેગાર' જાહેર કર્યા હતા.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
