<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ધનબાદમાં કોલસા કૌભાંડ મામલે ઇડીની મોટી કાર્યવાહી :એકસાથે 31 સ્થળોએ દરોડા :1 કરોડથી વધુની રોકડ જપ્ત

આરોપી એલ.બી. સિંહના ₹160 કરોડથી વધુના મ્યુચ્યુઅલ ફંડ રોકાણને ફ્રીઝ કરાયું : EDને તપાસ દરમિયાન ₹200 કરોડથી વધુની સંદિગ્ધ સંપત્તિ અંગે માહિતી મળી

નવી દિલ્હી : ઝારખંડના ધનબાદ કોલસા કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીએ એકસાથે 31 સ્થળોએ દરોડા પાડી તપાસનો વ્યાપ વધાર્યો હતો. દરોડા દરમિયાન ₹1 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આરોપી એલ.બી. સિંહના ₹160 કરોડથી વધુના મ્યુચ્યુઅલ ફંડ રોકાણને ફ્રીઝ કરવામાં આવ્યું છે. EDને તપાસ દરમિયાન ₹200 કરોડથી વધુની સંદિગ્ધ સંપત્તિ અંગે માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે, જેને આધારે વધુ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

(1:40 PM IST)