News of Friday, 13th November 2026
ન્યૂયોર્કમાં ત્રણ માળની ઇમારત તૂટી પડતાં આઠનાં મોતઃ અનેક દટાયાની શંકા
ઇમારત ધરાશાયી થવા મુદ્દે તપાસ શરૂઃ ઓછામાં ઓછા ૧૭ લોકો ઘાયલ

ન્યૂયોર્ક,તા.૧૩: અમેરિકાના ન્યૂયોર્ક શહેરના બ્રુકલીન વિસ્તારમાં ૧૯૩૦માં બનેલી ત્રણ માળની એક ઇમારત અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે ૧૭ લોકો દટાયા હોવાની માહિતી મળી હતી. ઘાયલોમાં ત્રણ ફાયર ફાઇટર્સનો પણ સમાવેશ થાય છે. આ ઈમારત સ્થાનિક સમય અનુસાર સાંજે આશરે ૪ વાગ્યે ૨૬૨૫ બેડફોર્ડ એવન્યુ ખાતે ધરાશાયી થઈ હતી. ઈમાર્ટની બાજુની બિલ્ડિંગની એક ઇમારતને પણ નુકસાન થયું હતું, જેના કારણે તેની અંદરના એક એપાર્ટમેન્ટનો ભાગ બહાર જોવા મળ્યો હતો.
આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરના કમિશનર અહમદ તિગાનીએ જણાવ્યું હતું કે ઇમારત ધરાશાયી થઈ ત્યારે તેની બાજુમાં આવેલા ખાલી પ્લોટ પર મજૂરો નવી ઇમારતના નિર્માણ માટે ખોદકામ કરી રહ્યા હતા. જોકે, આ કામ એનએ ઇમારતના ધરાશાયી થવા વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. ઘટનાસ્થળે બચાવ કામગિરિ શરૂ છે.
ન્યૂયોર્કના મેયર જોહરાન મમદાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હ્ પર પોસ્ટ કરીને દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે શહેરના લોકોને અસરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી હતી.
મમદાનીએ પોસ્ટમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં ન્યૂ યોર્કના ૮ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને ઓછામાં ઓછા ૧૭ લોકો ઘાયલ થયા છે, જેમાં ૩ ફાયરફાઇટર્સનો પણ સમાવેશ થાય છે. આટલા મોટા નુકસાનને શબ્દોમાં વ્યક્ત કરવાનું મુશ્કેલ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારો એને તેમના સ્વજનો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી હતી. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
