તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર બાદ એકનાથ શિંદેએ ઘરે મુલાકાત લીધી: અભિનેતાને કાચ અને દારૂગોળાથી ઈજા, હુમલાખોરોને ઝડપવા મુંબઈ પોલીસની સવા ડઝન ટીમો તપાસમાં સક્રિય

મુંબઈના જુહુ વિસ્તારમાં રવિવારે સાંજે અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ગોળીબાર થયા બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના ઘરે જઈ ખબરઅંતર પૂછ્યાં હતાં. શિંદેના જણાવ્યા અનુસાર, ટાઇગરને ગોળી વાગી નથી, પરંતુ દારૂગોળા અને કાચના ટુકડાથી હાથમાં ઈજા થઈ છે. તેમના ડ્રાઇવરને પણ ઈજા પહોંચી હતી
મુલાકાતની તસવીરોમાં ટાઇગરના હાથ અને છાતી પર પાટા દેખાયા હતા. શિંદેએ પરિવારને સરકારના સમર્થનની ખાતરી આપી અને ધમકીઓ સહન નહીં કરાય તેમ જણાવ્યું હતું. હુમલાખોરોને શોધવા પોલીસે ૧૫ ટીમો બનાવી છે. આસપાસના સીસીટીવી દૃશ્યોની તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં થયેલા હુમલા પાછળનો હેતુ અને સંકળાયેલા લોકો અંગે મુંબઈ પોલીસની તપાસ સતત ચાલુ છે.ચકાસણી આધાર:
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
