<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

અલ નિનોને લીધે અનેક દેશોમાં મોંઘવારી, અશાંતિની આશંકા

ભારત, ઇન્‍ડોનેશિયા અને ફિલિપિન્‍સ જેવા સંવેદનશીલ દેશોમાં સામાજિક અશાંતિ અને રાજકીય અસ્‍થિરતાનું જોખમ વધી શકે છે

નવી દિલ્‍હી તા.૧૭: એશિયામાં ખરાબ હવામાન અને યુદ્ધની બેવડી અસરને કારણે ખાદ્ય સુરક્ષા પર દબાણ વધવાની આશંકા છે. અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે જો ખાદ્ય ચીજવસ્‍તુઓની કિમતો અને ઉપલબ્‍ધતાનું સંકટ વધુ ગંભીર બને અને સરકારો તેનો સામનો કરવામાં અસરકારક સાબિત ન થાય, તો ભારત, ઇન્‍ડોનેશિયા અને ફિલિપિન્‍સ જેવા સંવેદનશીલ દેશોમાં સામાજિક અશાંતિ અને રાજકીય અસ્‍થિરતાનું જોખમ વધી શકે છે.

એશિયાના કૃષિ ક્ષેત્ર પર પહેલેથી જ યુદ્ધની અસર પડી રહી છે. ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઈંધણ અને ખાતરની સપ્‍લાય પ્રભાવિત થઈ છે. ખેતી માટે બંને ખૂબ જ મહત્‍વપૂર્ણ ઇનપુટ છે. એ સાથે જ મજબૂત અલ નિનો સાથે જોડાયેલી હવામાનની આત્‍યંતિક સ્‍થિતિ પણ પાક માટે જોખમ વધારી રહી છે. વિશ્વના સૌથી મોટા પામ ઓઈલ ઉત્‍પાદક ઇન્‍ડોનેશિયામાં મોટા પાયે જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. આ આગ પર કાબૂ મેળવવો મુશ્‍કેલ બની રહ્યો છે અને તેની અસર પામ ઓઈલના પાક તથા લણણી પર પડી રહી છે. આવી સ્‍થિતિમાં પામ ઓઈલનું ઉત્‍પાદન પ્રભાવિત થવાથી કિમતો પર દબાણ વધી શકે છે.

અહેવાલ અનુસાર ભારત, બાંગ્‍લાદેશ, ફિલિપિન્‍સ અને ઇન્‍ડોનેશિયા એવા દેશોમાં સામેલ છે જ્‍યાં ખાદ્ય સુરક્ષા અને નાગરિક અશાંતિ બંનેનું જોખમ વધુ છે. આ દેશોમાં તાજેતરના અઠવાડિયાઓમાં વિરોધ-પ્રદર્શન પણ જોવા મળ્‍યાં છે.

પૃથ્‍વીનું તાપમાન ફરી એક વખત એવા સ્‍તરે પહોંચી ગયું છે, જેને લઈને વૈજ્ઞાનિકો લાંબા સમયથી ચેતવણી આપી રહ્યા છે. ઓગસ્‍ટ, ૨૦૨૬માં વિશ્વનું સરેરાશ સપાટી તાપમાન ઔદ્યોગિક યુગ પહેલાંના સ્‍તર એટલે કે ૧૮૫૦-૧૯૦૦ના સરેરાશ કરતાં ૧.૬૫ઓઘ્‍ વધુ રહ્યું. નવેમ્‍બર ૨૦૨૫ પછી આ પહેલો મહિનો છે જ્‍યારે વૈશ્વિક તાપમાન આ મહિનાના સ્‍તરે ૧.૫ઓઘ્‍થી ઉપર ગયું છે.

(3:15 PM IST)