<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

વિશ્વ ઉપર અલ નીનોનું હજી પણ મોટું જોખમ : ૨૦૨૭ સુધી ભારે ગરમી, દુષ્કાળ અને વરસાદની પેટર્ન બદલાવાની આશંકા

વિશ્વ હવામાન સંસ્થાની ચેતવણી : ફેબ્રુઆરી સુધી અલ નીનો સક્રિય રહેવાની લગભગ સંપૂર્ણ શક્યતા

જિનીવા :વિશ્વ હવામાન સંસ્થાએ અલ નીનોની વધતી તીવ્રતાને લઈને ગંભીર ચેતવણી આપી છે. સપ્ટેમ્બરમાં જાહેર થયેલા તેના સત્તાવાર પૂર્વાનુમાન મુજબ અલ નીનો આગામી મહિનાઓમાં વધુ શક્તિશાળી બની શકે છે અને ફેબ્રુઆરી ૨૦૨૭ સુધી તેની અસર યથાવત્ રહેવાની લગભગ ૧૦૦ ટકા શક્યતા દર્શાવવામાં આવી છે.
પ્રશાંત મહાસાગરના પાણીના તાપમાનમાં અસામાન્ય વધારો વિશ્વભરની વરસાદ અને તાપમાનની પેટર્નને અસર કરે છે. કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ, તો અન્યત્ર ભારે વરસાદ અને પૂરનું જોખમ વધી શકે છે.
ભારતમાં પણ હવામાન અને ખેતી ઉપર તેની અસર અંગે નિષ્ણાતો નજર રાખી રહ્યા છે. અલ નીનો નબળો પડ્યા પછી લા નીનાની સ્થિતિ સર્જાઈ શકે, પરંતુ તે ક્યારે આવશે તે નિશ્ચિત નથી. હવામાન સંસ્થાએ આગોતરી તૈયારી અને ચેતવણી વ્યવસ્થા મજબૂત બનાવવા ભાર મૂક્યો છે.



 

(11:08 PM IST)