<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

અલ નીનો પથારી ફેરવશેઃ કયાંક દુષ્‍કાળ તો કયાંક અતિવૃષ્‍ટિ

હવામાન વિભાગે ૨૦૨૬ માટે લોંગરેન્‍જ આગાહી જાહેર કરીઃ ચોમાસુ નિર્ધારિત સમય કરતાં ૪ દિવસ પૂર્વે ૨૬મીએ કેરલમ પહોંચશે : સુપર અલ નીનો તાંડવ મચાવશેઃ નબળુ ચોમાસુ - દુષ્‍કાળ અને હીટવેવની આશંકાઃ જૂનથી સપ્‍ટેમ્‍બર વચ્‍ચે વરસાદ સામાન્‍યથી ઓછો રહેશેઃ અડધા ભારતમાં દુષ્‍કાળ જેવી સ્‍થિતિ, અડધામાં પાણી પાણીઃ આ વર્ષે ચોમાસાનો વરસાદ લોંગ પીરિયડ એવરેજનું લેવલ ૯૨ ટકા જ રહેશે. તેને બિલો નોર્મલ એટલે કે સામાન્‍યથી ઓછાની કેટેગરીમાં રાખે છે

નવી દિલ્‍હી તા.૧૬: રાજધાની દિલ્‍હી સહિત દેશભરના અનેક રાજ્‍યોમાં તીવ્ર ગરમીનો પ્રકોપ ચાલુ છે. વરસાદ સમયાંતરે પડી રહ્યો છે, પરંતુ ગરમીથી કોઈ રાહત મળી રહી નથી. હવામાન વિભાગે ૨૬ મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી છે. જોકે, હવામાન વિભાગે એમ પણ જણાવ્‍યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્‍ય કરતા ઓછો વરસાદ પડશે અને અલ નિલો અસર ગરમીનું કારણ બનશે. આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ (IMD) ઉપરાંત, વિશ્વભરની અન્‍ય હવામાન એજન્‍સીઓએ પણ અલ નિનો અંગે ચેતવણી જારી કરી છે. પેસિફિક મહાસાગરમાં ઝડપથી વિકસતું સુપર અલ નિનોૅ આ વર્ષે ભારતીય ચોમાસાને ભારે ઘટાડાનો ભય આપી રહ્યું છે. વૈજ્ઞાનિકો માને છે કે આ અલ નિનો ૧૯૯૭ અને ૨૦૧૫ ના વિનાશક સમયગાળા જેટલો જ ગંભીર હોઈ શકે છે. તેની સૌથી ખરાબ અસરો ભારતના કેટલાક ભાગોમાં અનુભવી શકાય છે.

હવામાન નિષ્‍ણાતોના મતે, અલ નિનોની અસર આ વર્ષે ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો કરશે, જે દેશના ઘણા ભાગોમાં દુષ્‍કાળને વધુ ખરાબ કરી શકે છે. દેશના ઉત્તરીય, પヘમિી અને મધ્‍ય પ્રદેશો સૌથી વધુ પ્રભાવિત થશે. તેઓ તીવ્ર ગરમી અને દુષ્‍કાળનો અનુભવ કરશે, જે પાકને નુકસાન પહોંચાડી શકે છે. આ પરિસ્‍થિતિ ખાસ કરીને ચિતાજનક છે કારણ કે ભારતના લગભગ ૬૦% ખેડૂતો તેમના ખરીફ પાક માટે સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. ઓછો વરસાદ કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, ચોમાસુ ૨૬ મેના રોજ કેરળ પહોંચવાની ધારણા છે, જે નિર્ધારિત સમય કરતા ચાર દિવસ વહેલું છે. જોકે, યુએસ હવામાન એજન્‍સી, નેશનલ ઓશનિક એન્‍ડ એટમોસ્‍ફેરિક એડમિનિસ્‍ટ્રેશન (NOAA) અનુસાર, આ વર્ષે સુપર અલ નીનો લગભગ નિヘતિ છે. આનાથી નબળા ચોમાસા, દુષ્‍કાળ અને ગરમીના મોજાની શક્‍યતા વધી ગઈ છે.

મધ્‍યપ્રદેશના શહેરોઃ મધ્‍યપ્રદેશની પરિસ્‍થિતિ ખાસ કરીને ગંભીર બની શકે છે. ઇન્‍દોર, ઉજ્જૈન, ગ્‍વાલિયર, ચંબલ, જબલપુર, રેવા, શહડોલ, સાગર અને નર્મદાપુરમ જેવા વિસ્‍તારોમાં સામાન્‍ય કરતા નોંધપાત્ર રીતે ઓછો વરસાદ પડવાની ધારણા છે.

પંજાબ, હરિયાણા અને રાજસ્‍થાનઃ આ રાજ્‍યો ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બરમાં સૌથી વધુ સંવેદનશીલ રહેશે, જ્‍યાં વરસાદ ન પડવાથી ખેતરોમાં દુષ્‍કાળ જેવી સ્‍થિતિ સર્જાઈ શકે છે.

દિલ્‍હી-એનસીઆરઃ રાજધાની દિલ્‍હી અને તેની આસપાસના વિસ્‍તારો માટે રાહતની કોઈ આશા નથી, જે પહેલાથી જ તીવ્ર ગરમી અને તડકાનો સામનો કરી રહ્યા છે. અહીં પણ વરસાદ સામાન્‍ય કરતા ઓછો રહેશે.

અહીં પણ દુષ્‍કાળનું સંકટઃ દક્ષિણપૂર્વ મહારાષ્ટ્ર, ઉત્તરી કર્ણાટક, ઓડિશા, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં પરિસ્‍થિતિ બેકાબૂ બની શકે છે.

આ દરમિયાન, હવામાન વિભાગે કહ્યું છે કે ૨૬ મેના રોજ કેરળમાં દક્ષિણપヘમિ ચોમાસુ સમય પહેલા આવી શકે છે. સામાન્‍ય રીતે કેરળમાં ચોમાસું ૧ જૂનની આસપાસ શરૂ થાય છે, ત્‍યારબાદ તે ઉત્તર તરફ આગળ વધે છે અને દેશના બાકીના ભાગોમાં પહોંચે છે. આ દેશમાં ચોમાસાની ઋતુ (જૂનથી સપ્‍ટેમ્‍બર) ની શરૂઆત દર્શાવે છે. ગયા વર્ષે, ચોમાસું ૨૪ મેના રોજ શરૂ થયું હતું. IMD એ જણાવ્‍યું છે કે ચોમાસું ૨૬ મેના રોજ કેરળ પહોંચવાની ધારણા છે. જોકે, તે ચાર દિવસ વહેલા અથવા ચાર દિવસ મોડા આવી શકે છે.

અલ નીનો એ એક આબોહવાની ઘટના છે જે પેસિફિક મહાસાગરમાં પાણી ગરમ થાય ત્‍યારે થાય છે. આના કારણે ચોમાસાના પવનો દિશા બદલી નાખે છે. પરિણામે, ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં વરસાદ ઓછો અને તીવ્ર ગરમીનો અનુભવ થશે.

ચોમાસુ સામાન્‍ય રીતે ૧ જૂને કેરળથી ભારતમાં પ્રવેશ કરે છે. આ વખતે, તે અન્‍ય રાજ્‍યોમાં વહેલું પહોંચશે. તે ૨૦ જૂને રાજસ્‍થાન, ૧૨ જૂને મધ્‍યપ્રદેશ, ૧૮ જૂને ઉત્તરપ્રદેશ અને ૮ થી ૧૦ જૂનની વચ્‍ચે બિહાર પહોંચવાની ધારણા છે.

ગરમીને ધ્‍યાનમાં રાખીને, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને વિદર્ભ આજે એલર્ટ પર છે. આ રાજ્‍યોના ઘણા જિલ્‍લાઓમાં તાપમાન ૪૬ઓઘ્‍ થી ૪૭ઓઘ્‍ ની વચ્‍ચે પહોંચી શકે છે. મધ્‍યપ્રદેશ અને વિદર્ભમાં પણ આજે રાત્રે હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે વર્ષ ૨૦૨૬ માટે પોતાનું પ્રથમ લોંગ રેન્‍જ ફોરકાસ્‍ટ જાહેર કરી દીધું છે. આ રિપોર્ટ અનુસાર, જૂનથી સપ્‍ટેમ્‍બરની વચ્‍ચે થનારા ચોમાસાનો વરસાદ આ વખતે સામાન્‍યથી ઓછો રહેવાનો છે. તેનું સૌથી મોટું કારણ પ્રશાંત મહાસાગરમાં બની રહેલા સુપર અલ નીનો છે, જે આ સમયે ઝડપથી આકાર લઈ રહ્યું છે. આ એક એવી સમુદ્રી ઘટના છે, જે આખી દુનિયાના હવામાનને અસ્‍ત-વ્‍યસ્‍ત કરવાની તાકાત ધરાવે છે. ભારત માટે અલ નીનો હંમેશાથી માઠા સમાચાર લઈને આવે છે. જ્‍યારે પણ અલ નીનો મજબૂત થાય છે તો આ ભારતની ચોમાસું હવાને નબળી કરી નાખે છે. તેના કારણે દેશના મોટા ભાગમાં વરસાદ ઓછો થાય છે અને ઘણી જગ્‍યાએ દુષ્‍કાળ જેવી સ્‍થિતિ પણ થઈ જાય છે. જો કે તેનું બીજું પાસું પણ છે, જે ખૂબ જ ડરામણું છે.

એક તરફ જ્‍યાં ઉત્તર અને મધ્‍ય ભારતમાં પાણીના ટીપા માટે તરસવું પડે છે, વળી તમિલનાડુ અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્‍તારમાં તે ભારે તબાહીવાળો વરસાદ લાવે છે. જળવાયુ વૈજ્ઞાનિક ડોક્‍ટર માધવન નાયરનું કહેવું છે કે આ અલ નીનો ૧૯૯૭થી ૨૦૧૫ની માફક ખૂબ જ ગંભીર હોઈ શકે છે.

આઈએમડીએ ભવિષ્‍યવાણી કરી છે કે આ વર્ષે ચોમાસાનો વરસાદ લોંગ પીરિયડ એવરેજનું લેવલ ૯૨ ટકા જ રહેશે. તેને બિલો નોર્મલ એટલે કે સામાન્‍યથી ઓછાની કેટેગરીમાં રાખે છે.

વર્ષ ૧૯૭૧થી ૨૦૨૦ના ડેટાના આધાર પર ભારતમાં સરેરાશ વરસાદ ૮૭૦ મિમી હોવો જોઈએ. આ વખતે તેની સંભાવના ખૂબ જ ઓછી છે કે આપણે આ આંકડાને ટચ કરી શકીએ.

આંકડાની વાત માનીએ તો, આ વખતે દુષ્‍કાળ જેવી સ્‍થિતિ બનવાની સંભાવના ૩૫ ટકા છે. આ સામાન્‍ય વર્ષની તુલનામાં ડબલથી પણ વધારે છે. દુનિયાભરના ક્‍લાઈમેટ મોડલ ઈશારો કરી રહ્યા છે કે જૂન અથવા જૂલાઈ સુધી અલ નીનો સંપૂર્ણપણે સક્રિય થઈ જશે. રાહતની વાત એ છે કે જૂન અને જૂલાઈની શરૂઆતમાં ચોમાસું સ્‍થિર રહી શકે છે.

સુપર અલ નીનોની સૌથી ઘાતક અસર, પヘમિ અને મધ્‍ય ભારત પર પડવાની છે. પંજાબ, હરિયાણા અને રાજસ્‍થાન જેવા કૃષિ પ્રધાન રાજ્‍યો માટે ઓગસ્‍ટનો મહિનો ખૂબ જ પડકારભર્યો રહેશે. અહીં ચોમાસું વરસાદમાં ભારે કમી જોવા મળી શકે છે, જેનાથી પાકને મોટું નુકસાન થવાની આશંકા છે.

મધ્‍ય પ્રદેશના કેટલાય શહેરો તેની રડાર પર છે. ઈન્‍દોર, ઉજ્જૈન, ગ્‍વાલિયર, જબલપુર, રીવા અને સાગર જેવા વિસ્‍તારમાં સામાન્‍યથી ઓછો વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત ચંબલ અને નર્મદાપુરમના વિસ્‍તારમાં પણ પાણીની તંગી વધી શકે છે.

જો કે લદ્દાખ, ઉત્તર પૂર્વ ભારત અને તેલંગાણા જેવા અમુક ભાગ પર તેની અસર કદાચ ઓછી પડશે, પણ દિલ્‍હી-એનસીઆર માટે આ ગરમી અને દુષ્‍કાળનો બેવડો એટેક મુસીબત બની શકે છે.

અલ નીનોનો મતલબ ખાલી દુષ્‍કાળ નથી હોતો. આ ભારતના તટીય વિસ્‍તાર માટે જળપ્રલયના સંકેત પણ આપે છે. જ્‍યારે દેશના બાકી ભાગ દુષ્‍કાળથી ઝઝૂમી રહ્યા હશે, ત્‍યારે ચેન્નઈ અને આંધ્ર પ્રદેશના તટ પર ભારે વરસાદ થશે.

ઈતિહાસ સાક્ષી પૂરે છે કે ૨૦૧૫ના સુપર અલ નીનો દરમ્‍યાન ચેન્નઈ પાણીમાં ડૂબી ગયું હતું. તે સમયે ત્‍યાં જાન-માલને ભારે નુકસાન થયું હતું. આ વખતે પણ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તટીય શહેરોમાં પૂરના નિવારણ માટે અત્‍યારથી તૈયારી કરી લેવી જોઈએ.

મરાઠવાડા જેવા વિસ્‍તારમાં ગત વખતે ૪૦ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. વર્ષ ૨૦૨૩માં પણ અલ નીનોના કારણે એકલા ઓગસ્‍ટ મહિનામાં ૩૬ ટકા ઓછો વરસાદ થયો હતો. મહારાષ્ટ્રના નાસિક, રાયગઢ અને સાતારા જેવા જિલ્‍લા તેનું ઉદાહરણ છે.

આટલા ડરામણા સમાચાર વચ્‍ચે એક આશાનું કિરણ ઈંડિયન ઓશન ડિપોલ છે. ક્‍લાઈમેટ મોડલ અનુસાર, ચોમાસાના અંતિમ મહિનામાં આઈઓડી પોઝિટિવ હોઈ શકે છે. જો આવું થશે તો આ અલ નીનોના નેગેટિવ અસરને અમુક હદ સુધી ઓછી કરી શકે છે. તેનાથી ચોમાસું હવાઓને થોડી મજબૂતી મળી શકે છે, જેનાથી અમુક વિસ્‍તારમાં વરસાદની વાપસી શક્‍ય છે.

ભારતના ૬૦ ટકા ખેડૂતો આજે પણ સંપૂર્ણપણે ચોમાસા પર નિર્ભર છે. ખરીફ પાકનું ભવિષ્‍ય આ ચાર મહિના પર ટકેલું છે. આઈએમડી મેના અંતિમ અઠવાડીયામાં એક અપડેટેડ ફોરકાસ્‍ટ જાહેર કરશે. આ રિપોર્ટથી એ સ્‍પષ્ટ થઈ જશે કે સુપર અલ નીનોનો પ્રભાવ કેટલો ગાઢ રહેવાનો છે.

 

(10:42 AM IST)