તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
માત્ર ૧૦૦૦ રૂપિયાના વિવાદમાં વૃદ્ધની હત્યા

બલરામપુરઃ છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં હત્યાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, માત્ર ૧૦૦૦ રૂપિયાના વિવાદમાં એક વૃદ્ધની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. બલરામપુર જિલ્લાના ગ્રામ દેવસરાકલામાં આ ઘટના બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વૃદ્ધની હત્યા થઈ તેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો.
વિગતે વાત કરવામાં આવે તો, આ ગામમાં રહેતા ધારી ઉરાંવે પોતાની ભેંસને વેચવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભેંસની કિમત ૧૬,૫૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે જ ગામમાં રહેતા સંજીત ઉરાંવ ઉર્ફે સંજીવ ભગતે આ ભેંસનું ૧૫,૫૦૦ રૂપિયામાં વેચાણ કરાવ્યું હતું. આ ૧૦૦૦ રૂપિયા માટે બંને પક્ષે ઘણાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પરિવારજનોનું કહેવું છે ક, ધારી ઉરાંવ દારૂના નશામાં રહેતા અને નશામાં સંજીત ઉરાંવ પર રૂપિયા લઈ લેવાનો આરોપ લગાવતા હતાં. આ વિવાદ સતત વધી રહ્યો હતો. એક દિવસ સંજીત જ્યારે પોતાના ઘરે બેસીનો જમી રહ્યો હતો ત્યારે ધૌરી ઉરાંત ત્યાં પહોંચ્યો અને ઝઘડો શરૂ થઈ ગયો હતો. આ મામલો એટલો ઉગ્ર બની ગયો કે, સંજીતે થાળી વડે ધારી પર હુમલો કરી દીધો હતો. ત્યાર બાદ ધક્કો આપીને ઢોરમાર પણ માર્યો હતો.
આ હુમલામાં ઘાયલ થયેલા વૃદ્ધ ધારી ઉરાંવને રાયપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અહીં થોડા દિવસ સુધી તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં જ દમ તોડી દીધો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા હત્યાની ઘટનાને અંજામ આપતા આરોપીને ઝડપી લીધો અને વધુ કાર્યવાહી શરૂ કરી દીધી.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
