તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ચૂંટણી પંચે આંધ્રપ્રદેશ અને હરિયાણામાં SIRની અંતિમ તારીખ લંબાવી
બંને રાજ્યોમાં ચૂંટણીલક્ષી રોલ્સનો મુસદ્દો અગાઉ 21 જુલાઈએ પ્રકાશિત થવાનો હતો, જે હવે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો

નવી દિલ્હી : ચૂંટણી પંચે મંગળવારે આંધ્રપ્રદેશ અને હરિયાણામાં ઇલેક્ટોરલ રોલ્સના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓની સમયમર્યાદા વધારી છે. આયોગે આ મામલે બંને રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને અલગ-અલગ પત્ર મોકલ્યા છે. પત્ર મુજબ હરિયાણા અને આંધ્રપ્રદેશમાં બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) દ્વારા ડોર-ટુ-ડોર વેરિફિકેશનનું કામ હવે 24 જુલાઈ સુધી ચાલુ રહેશે.
આ પહેલા આની અંતિમ તારીખ 14 જુલાઈએ નક્કી કરવામાં આવી હતી. બંને રાજ્યોમાં ચૂંટણીલક્ષી રોલ્સનો મુસદ્દો અગાઉ 21 જુલાઈએ પ્રકાશિત થવાનો હતો, જે હવે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ અને હરિયાણા 14 મેથી શરૂ થયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ત્રીજા તબક્કામાં છે. ત્રીજા તબક્કા પૂર્ણ થયા બાદ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સિવાય સમગ્ર દેશમાં એસઆઈઆર પ્રક્રિયા લાગુ કરવામાં આવશે. વિવિધ કારણોસર વિશેષ સઘન સુધારણાના સમયપત્રકમાં સમય-સમય પર ફેરફારો કરવામાં આવ્યા છે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
